ફિઝિકલ કોર્ટ બંધ થાય તો વકીલોને નાણાકીય હાલાકી ઉભી થઇ શકે છે, રેલવે, એસટી, શોપિંગમોલ, બજારો સહિતની જગ્યાઓ પર કોઈ મર્યાદાઓ નથી

હરિશ પવાર
ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ચ્યુઅલ સિસ્ટમથી અદાલતો અને કોર્ટ કાર્યવાહીના આદેશ બાદ વકીલ મંડળોમાં ગણગણાટ શરૂ થયો છે સિહોર વકીલ મંડળની એક અગત્યની બેઠક મળી હતી અને જેમાં હાઇકોર્ટે દ્વારા બહાર પાડવામાં આવેલી એસઓપીમાં તાત્કાલિક ફેરવિચારણા કરવાની માંગ કરી છે સિહોર વકીલ મંડળની આવેલ અખબાર યાદીમાં જણાવ્યું છે.

કે ગુજરાત હાઇકોર્ટના પરિપત્ર અનુસાર સમગ્ર ગુજરાતની તાબા ની અદાલતમા ર્વર્ચ્યુઅલ સીસ્ટમથી કોર્ટ કાર્યવાહીનો આદેશ કરવામાં આવેલ છે અને ધારાશાસ્ત્રી અને પક્ષકારોને પણ કોર્ટમાં પ્રતિબંધાત્મ આદેશ કરવામાં આવેલ છે પરંતુ વર્તમાન રાજયના મહાનગરો સિવાય તાલુકાઓમા કોરોનાની સ્થિતી નિયંત્રણ હેઠળ છે તેમજ તમામ અન્ય સરકારી ઓફીસો ચાલુ છે અને હાલ સિહોર તાલુકાની પણ કોરોનાની પરિરિસ્થતિ નિયંત્રણ હેઠળ જ છે.

સિહોર ન્યાયાલયમાં નિયમિત રીતે સરેરાશ ફક્ત ૭૦ વડીલોની નોંધણી થયેલ છે જેમાંથી ૨૫ થી ૩૦ વડીલો કોર્ટની કામગીરી કરતા હોય છે આમ કોર્ટમાં ખુબ જ ઓછી સંખ્યામાં હાજરી હોય છે જયારે ગુજરાતમા રેલ્વે , એસ.ટી. શોપીંગ મોલ , બજારોમા તેમજ સરકારી અને અર્ધ સરકારી કચેરી ઓ ચાલુ છે અને ઉપરોક્ત જગ્યાએ સરકાર શ્રી તરફ થી કોઇ વ્યક્તિ ની મર્યાદા નિયત કરવામાં આવેલ નથી જયારે નામદાર કોર્ટમા મોટા પ્રમાણ મા કેસો પેન્ડિંગ છે.

પક્ષકારો ને યોગ્ય સમયે યોગ્ય ન્યાય મેખવવામાં વિલંબ થઇ રહીયો છે તેવા સંજોગોમા નામદાર ગુજરાત હોઇકોર્ટ દ્વારા નક્કી કરવામા આવેલ એસ.ઓ.પી.નીચલી અદાલતમા સુસંગત નથી તેવુ એસોશીએશન નુ સ્પષ્ટ માનવું છે આમ ધારાશાસ્ત્રીઓને કોઇપણ પ્રકારની હાડમારી સહન ન કરવી પડે તેમજ પક્ષકારોને ઝડપી ન્યાય મળે તે તમામ સંજોગો લક્ષમા રાખી આ અંગે તાકીદે નિર્ણય કરવાની માંગ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here