પ્લાઝ્મા દાનનો પ્રવાહ જિલ્લામાં અવિરત શરૂ…

સિહોરના મુસ્લિમ યુવાન હુજેફાએ કર્યું પ્લાઝ્મા ડોનેટ


દેવરાજ બુધેલીયા
હાલ કોરોના મહામારી સામે કોરોના સંક્રમિત દર્દી માટે કોરોના સામે સારવાર માં સાજા થયેલ દર્દીનું પ્લાઝ્મા એક અસરકારક ઔષધી રૂપે સાબિત થયું છે. ત્યારે એક તરફ કોરોના દર્દીઓ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોનાની સારવાર લેતા દર્દીઓને પ્લાઝ્મા ડોનેટ કરવા માટે પણ અનેક કોરોના વોરિયર્સ સામે આવી રહ્યા છે. ખાસ કરીને કોરોના મહામારીમાં કોમી એકતા ના અનેક ઉદાહરણો નજર સામે આવ્યા છે. જેમાં આજે વધુ એક પ્રેરણાદાયી ઉદાહરણ આવ્યું છે. ભાવનગર માં કોરોના પોઝિટિવ આવેલ એક દર્દીને પ્લાઝ્મા ની જરૂર પડતા સિહોરના મુસ્લિમ યુવાન હુજેફા હરીશભાઈ ચુડેસરા દ્વારા સર ટી હોસ્પિટલમાં પોતાનું પ્લાઝ્મા ડોનેટ કરીને એક સમાજમાં યુવાનો માટે પ્રેરણાદાયી ઉદાહરણ આપ્યું હતું. ભાવનગર રક્તદાન ની માફક પ્લાઝ્મા દાન નો એક સેવાભાવી યજ્ઞ આરંભ થઈ ગયો છે જેમાં અનેક કોરોના સામે જંગ જીતેલા પોતાની માનવતા દાખવી ને અન્ય જરૂરિયાત મંદ કોરોના સંક્રમિત દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here