પ્લાઝમા ડોનેટ કરનાર નીલકંઠ વોરાએ કહ્યું આપણે નહિ કરીએ તો પીડિત રોગીને પ્લાઝમાં ક્યાંથી મળશે


બ્રિજેશ ગૌસ્વામી
હવે દરેક સિહોરીઓએ સામે ચાલીને કોરોના સામે રિતસર જંગ છેડી છે કોરોના સંક્રમિત એકબીજાને મદદ માટે આગળ આવી રહ્યા છે કોરોના મહામારી વચ્ચે સિહોર શહેરમાં કોરોનાને મ્હાત આપનાર શહેરીજનો પ્લાઝમા ડોનેટ કરી રહ્યાં છે, જેથી અન્ય કોરોનાગ્રસ્ત દર્દીને સાજા થઇ રહ્યા છે અને કોરોના સામેના જંગ જીતી રહ્યા છે હાલ કોરોનાથી સંક્રમિત રોગીને જલદી સ્વસ્થ કરવા પ્લાઝમા થેરાપી અસરકારક નીવડી રહી છે ત્યારે આજે સાંજના સમયે સિહોરના દિલીપભાઈ શાહ નામના કોરોનાગ્રસ્ત દર્દીને પ્લાઝમાં ડોનેટની જરૂરિયાત ઉભી થતા સિહોર મકાતનાઢાળ.પાસે રહેતા નીલકંઠ વોરાએ પ્લાઝમાં ડોનેટ કરી દેશ સેવામાં સહભાગી થયા છે.

નીલકંઠ વોરા અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હતા અને જેઓએ કોરોના સામે જંગ જીત્યો હતો પ્લાઝમાં ડોનેટ કોરોના સંક્રમિત લોકોને સાજા કરવામાં મહત્વનું ગણાય છે ત્યારે સિહોરના કંસારામાં રહેતા દિલીપભાઈ જેઓએ કોરોના સંક્રમિત થયા છે જેઓને આજે સાંજે પ્લાઝમાં ડોનેટની જરૂરિયાત ઉભી થતા સિહોરના યુવાન નીલકંઠ વોરાએ પ્લાઝમાં ડોનેટ કરીને દેશસેવામાં સહભાગી થાય છે ત્યારે નીલકંઠ વોરાએ કહ્યું કે આપણે નહિ કરીએ તો પીડિત રોગીને પ્લાઝમાં ક્યાંથી મળશે પ્લાઝમા ડોનેટ કરી નીલકંઠ વોરાએ માનવતા ધર્મ નિભાવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here