કોઈ વેપારીને મોટી રકમ બેંકમાં ભરવાની હોઈ તો પોલીસનો સહકાર માંગી શકે છે, દરેક વેપારીઓ પોતાની દુકાનોના કેમેરા શરૂ રાખે, લોકો વાહનો અડચણરૂપ પાર્ક ન કરે, માસ્ક પહેરી રાખવું, પીઆઇ કે.ડી ગોહિલ દ્વારા નગરજનોને અનુરોધ


મિલન કુવાડિયા
દિવાળીના તહેવારોમાં સૌથી વધુ ચોરી, લૂંટ, ઠગાઈ જેવા મિલકત વિરૂદ્ધના ગુનાઓ બને છે. દિવાળીના તહેવારોમાં મોટાપાયે ખરીદી અને રોકડ રકમની હેરફેર થતી હોય છે.  પરિણામે ચોર, લુટારા, ગઠિયાઓ મોટાપાયે સક્રિય થતાં હોવાથી લોકોને અને વેપારીઓને પોતાની કિંમતી માલમત્તા ગુમાવવાનો વારો આવે છે. આ સ્થિતિથી બચવા માટે તકેદારીના ભાગરૂપે સિહોર પીઆઇ કે.ડી ગોહિલે નગરજનોને અનુરોધ કર્યો છે કે દરેક સોની વેપારી તેમજ બજારના વેપારીઓએ એ પોત પોતાના સીસીટીવી કેમેરા સાફ રાખવા તથા કોઈ શંકાસ્પદ ઇસમ આંટાફેરા મારતો જણાય.

તો સિહોર પોલીસ સ્ટેશન માં જાણ કરવી તથા પોતાની દુકાન ની બહાર રોડ પરના કેમેરા શરૂ રાખવા તથા કોઈ શંકાસ્પદ ઈસમ કોઈ શંકાશીલ વસ્તુ વેચવા આવે તો તેની જાણ કરવા જણાવાયું છે અને કોઈ બેંક માં કોઈ વેપારી ને મોટી રકમ ભરવાની હોય ને પોલીસ ની મદદ ની જરૂરિયાત હોય તો ઓફિસ માંથી સાથ સહકાર આપવામાં આવશે. તહેવારો દરમિયાન વિશેષ કાળજી રાખવી તથા બજાર માં માસ્ક પહેરીને ફરવું.

સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવું તથા સરકારની સુચના નું પાલન કરવું તથા પોતાના વાહન કોઈ ને નડતર રૂપ ન થાય.તેવી રીતે પાર્કિંગ કરવા તેમજ પોલીસ ને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે સંભાળી શકે ત્યારે નગરજનોએ સહકાર આપવા પીઆઇ ગોહિલે અનુરોધ કર્યો છે જ્યારે વેપારીઓ – લોકો સાવચેતી રાખે તો દિવાળીના તહેવારોમાં મિલકત વિરૂદ્ધના ગુનાઓ ઘણેઅંશે અટકાવી શકાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here