ફૂટ પેટ્રોલિંગ : દિવાળીને અનુલક્ષીને સિહોર પોલીસ એલર્ટ મોડમાં, રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ

દિવાળી તહેવારોને લઈ પીઆઇ ગોહિલ અને સ્ટાફ એલર્ટ, હોમગાર્ડ અને જીઆરડી સ્ટાફની સંખ્યા વધારાઈ, તહેવારોમાં છેડતી ચોરી જેવા બનાવો અટકાવવા સિહોર પોલીસનો એક્શન પ્લાન


દેવરાજ બુધેલીયા
આગામી બે દિવસ બાદ પ્રકાશનો તહેવાર દિવાળી આવી રહ્યો છે ત્યારે સિહોર નગરમાં સુલેહ શાંતિથી દિવાળી અને નવા વર્ષના તહેવારની લોકો ઉજવણી કરી શકે તે માટે પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કર્યું છે દિવસ રાત સતત પોલીસ ટિમો સક્રીય બની છે સિહોર પોલીસના પીઆઇ ગોહિલ, ડી. કે ચૌહાણ, અર્જુનસિંહ અશોકસિંહ, બીજલભાઈ, રામદેવસિંહ, ઇન્દુભા, રાજભા, સહિત સમગ્ર પોલીસ ની ટીમ સાથે નગરમાં સતત ફુટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે જેમાં વાહન વ્યવહારમા અડચણરૂપ ચાલકોને સૂચનો આપવામાં આવી હતી તેમજ તહેવારમા કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તે માટે સ્થાનિક વહેપારીઓને આ બાબતથી અવગત કરાયા હતા.

દિવાળી ના તહેવારોમા શહેરોમાં વસતા તાલુકાના લોકો તહેવાર ઉજવવા માદરે વતન આવતા હોય છે. ત્યારે કોરોના મહામારી વધુ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા લોકોને સમજણ આપવામાં આવી હતી દિવાળીના તેહવારને લઈને પોલીસ તંત્ર સજ્જ જોવા મળ્યું હતું.તેહવાર સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે સિહોર પોલીસ વિભાગ દ્વારા કાફલા સાથે નગરમાં પેટ્રોલીંગ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને ખાસ કરીને હોમગાર્ડ અને જીઆરડી સ્ટાફને મેઈન બજારમાં સતત તૈનાત રાખવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here