રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ઇથોસ કંપની સામે સિહોર પોલીસમાં ફરિયાદની માંગ કરી

હરેશ પવાર
સિહોર નગરપાલિકામાં ઇથોસ કંપની નો વિવાદ શમવાનું નામ લેતો નથી. ઇથોસ કંપનીને લઈને અગાઉ પણ સાધારણ સભા યોજાઈ ગઈ હતી જેમાં વિપક્ષના મુકેશ જાની દ્વારા જવાબદાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી. ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયા દ્વારા આજે સિહોર પોલીસ મથકમાં તત્કાલીન પૂર્વ ચીફ ઓફિસર નગરપાલિકા પૂર્વ પ્રમુખ તેમજ ચીફ ઓફિસર અને કર્મચારી ઉપર સિહોર પોલીસ મથકમાં સરકારી નાણાંનો દૂર ઉપયોગ અને ઉચાપત મામલે ફરિયાદ અરજી આપી.

આ બાબતે ઊંડી તપાસ કરીને ફરિયાદ દાખલ કરવા માટે માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે ક્યાં શુ રંધાય ગયું તે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. ખોટા બિલો અને ઓવરટાઇમના અનેક આરોપો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા લગાવામાં આવ્યા છે. હવે જોઈએ છે કે નગરપાલિકાના નવનિયુક્ત એક્ટિવ મોડમાં આવેલા પ્રમુખ આ મામલે રસ લઈને સત્ય બહાર લાવી ચર્ચાઓનો અંત લાવે છે કેમ તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here