મહાકાળી માર્બલ વાળા ખાંચામાં જાહેરમાં જુગાર રમતા હતા તે વેળાએ પોલીસ ત્રાડકી

 

હરેશ પવાર
સિહોરના ગુંદાળા વસાહતમાં મહાકાળી માર્બલ વાળા ખાંચામાંથી જાહેરમાં જુગાર રમતા કુલ -૪ ઇસમોને રોકડા રૂ -૧૦૪ ૯૦ ઝડપાયા છે સિહોર પોલીસ અધિકારી પીઆઇ ગોહીલની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે ગુંદાળા વસાહતમાં મહાકાળી માર્બલ વાળા ખાંચામાં જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે.

જેથી સદરહુ જગ્યાએ રેઇડ કરતા ( ૧ ) રાજેશભાઇ ઘેલાભાઇ રાઠોડ રહે . ગુંદાળા વસાહત સિહોર ( ૨ ) રમેશભાઇ ઉર્ફે મુન્નો નારણભાઇ પરમાર રહે , ગુંદાળા વસાહત સિહોર ( 3 ) નિલેષભાઇ ઘેલાભાઇ ચૌહાણ રહે ગુંદાળા વસાહત સિહોર ( ૪ ) અલ્પેશભાઈ ભગવાનભાઇ રાઠોડ રહે રામનગર પ્લોટ વિસ્તાર સિહોર વાળાને રોકડા રૂ .૧૦૪૯૦ / – સાથે પકડી પાડી પોગ્ય કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી માં શિહોર પો.સ્ટે.ના પોલીસ અધિકારી કે.ડી.ગોહીલની સુચનાથી વી.જે.ચૌહાણ, આર.એન.ગોહીલ, રામદેવસિંહ, અશોકસિંહ, બીજલભાઇ, શક્તિસિંહ, અનિરૂધ્ધસિંહ વિગેરે જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here