પીઆઇ ગોહિલ અને કાફલો શહેરની મેઈન બજારના નીકળી માઈકમાં બોલીને લોકોને સાવચેત રહેવા માસ્ક પહેરવા ડિસ્ટન્ટ જાળવવા કરી અપીલ

હાલતો ડિસ્ટન્સ અને માસ્ક એજ વેકસીન : પીઆઇ ગોહિલ


હરેશ પવાર
હાલના સંજોગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા સિહોર પોલીસ દ્વારા લોકોના હિતમાં માસ્ક પહેરવા જાગૃતિ લાવવાના નવતર પ્રયોગ થી પોલીસની સકારાત્મક કાર્યવાહીની સર્વત્ર સરાહના થઈ રહી છે. પીઆઇ ગોહિલ અને ટિમ મેઈન બજારમાં નીકળી લોકોને જાગૃત કરવા માટે માઇક ઉપર જાહેરાત કરી, હાલમાં હજુ કોરોના ગયો નથી, કોરોનાનું સંક્રમણ ચાલુ જ છે. બાળકો અને વૃદ્ઘોનું ખાસ ધ્યાન રાખો, માસ્ક પહેરો અને બીજાને પહેરાવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, વારંવાર હાથ સેનેટાઇઝર થી સાફ કરો અથવા સાબુથી ધોવાનું રાખો, કોઈપણ જગ્યાએ એકઠા થઈને ભીડ ના કરો, એકબીજાથી અંતર રાખો, માસ્કનો દંડ ભરવા કરતા, માસ્ક પહેરવાનું રાખો, તમારું સ્વાસ્થ્ય જાળવો, જાન હૈ તો જહાન હૈ, હાલના સંજોગોમાં બિન જરૂરી બહાર ના નીકળો, ફરવા કરતા તબિયત સાચવવી હિતાવહ છે.

સ્વાસ્થ્ય જળવાશે તો, ફરવા તો પછી પણ અવાશે, કોરોના વાયરસથી સાવચેત રહો, વિગેરે સુચનાઓ માઇક દ્વારા કરવામાં આવ્યા હતી શહેરની જુદી જુદી જગ્યાએ લોકોને સાવચેત રહેવા જાણ  કરવાનો નવતર પ્રયોગ  ચાલુ કરવામાં આવેલ છે. સામાન્ય નાગરિકો દંડ ભરવા સક્ષમ નથી હોતા એવા સંજોગોમાં લોકોને જાગૃતિ લાવવાના નવતર પ્રયોગની પ્રસંશા થઈ રહી છે અને માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા આવા  લોકોને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા, માસ્ક પહેરવું અનિવાર્ય હોવાનું અને માસ્ક એ જ વેકસીન હોવાનું જણાવી સિહોર વાસીઓને પોલીસ દંડ કરે, એ વિકલ્પ નથી પણ માસ્ક પહેરવું એ લોકોના હિતમાં હોવાનું પણ સમજાવવામાં આવેલ હતું.  પોલીસ દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગની લોકોમાં પ્રસંશા થઈ રહી છે અને કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા બહાર નીકળતા લોકોએ હવે સાવચેતી રાખી, માસ્ક પહેરવા જોઈએ, એવી ભાવના પણ જાગૃત થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here