ઘરેથી ત્રણ વર્ષનું બાળક ગુમ થયું, જે બાળક દૂર બીજા બીજા વિસ્તારમાંથી મળી આવ્યું, સ્થાનિક વ્યક્તિએ બાળકને પોલીસ મથકે સોંપ્યું,

સમગ્ર ઘટનામાં શંખનાદે પણ જાગૃત મીડિયા તરીકેની ભૂમિકા નિભાવી અને પરિવાર સાથે બાળકને પોલીસની હાજરીમાં સોંપ્યું, પરિવારે રડતા રડતા પોલીસ અધિકારીને કહ્યું અમે તમારું ઋણ નહિ ચૂકવી શકીએ

I
હરેશ પવાર
સામાન્ય સંજોગોમાં પોલીસની વાત આવે એટલે નજર સમક્ષ એક ચહેરો ઉપશે જેમાં ગાળા ગાળી અને મારા મારી કરતા રુક્ષ અને ક્રોધી પોલીસ જોવા મળે. પણ, આપણે આજે પોલીસના બીજા ચહેરાની વાત કરવી છે. જે સિહોરના એક પરિવાર માટે દેવદૂતના રૂપમાં જોવા મળી છે. પોલીસની અંદર રહેલો માનવતાનો માહ્યલો જીવે છે તે વાત નકારી શકાય તેમ નથી સિહોરના એકતા સોસાયટી વિસ્તારમાંથી ત્રણ વર્ષનું બાળક ઘરે રમતા રમતા થોડે દુર નીકળી ગયો જે બાળક સુરકાના દરવાજા પાસે રડતું રડતું ફરતું હતું.

એ સમયે ભૂતનાથ મંદિર પાસે રહેતા સ્થાનિક વ્યક્તિનું ધ્યાન જતા તેમને બાળકને પોતાની પાસે લઈને સિહોર પોલીસ મથકમાં જાણ કરીને તેમજ સાથે શંખનાદના પ્રસાર માધ્યમથી બાળકના પરિવાર સુધી બાળકના સમાચાર મળતા બાળકના પિતા તેઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા પોતાના ખોવાયેલ બાળક મળી આવતા હર્ષનાં આંસુ સરી પડ્યા હતા. સિહોર પોલીસ મથકના પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવી આપ્યું હતું પરિવારે રડતા રડતા હર્ષનાં આંસુ સાથે પોલીસ અધિકારીને કહ્યું સાહેબ મારો એકનો એક દીકરો છે..અમે પરિવાર તમારું ઋણ ચૂકવી શકીએ તેમ નથી આમ સિહોરના એક પરિવારને પોલીસ દેવદૂતના રૂપમાં મળી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here