પોલીસની રાઉન્ડ ધ કલોક કામગીરી, સમગ્ર શહેર સાથે હાઇવે પર સતત પેટ્રોલીંગ માસ્ક ડ્રાઇવ અને નિયમોનું પાલન ન કરનાર સામે કાર્યવાહી
હરેશ પવાર
દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે અમદાવાદ બાદ રાજકોટ, વડોદરા, સુરતમાં કરફ્યૂ આપવામાં આવ્યો હતો આ વચ્ચે સિહોરની પોલીસ રાઉન્ડ ધ કલોક એક્શન મોડમાં આવી છે લોકોને મોઢું અને નાક ઢંકાય તે રીતે માસ્ક પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય જો માસ્ક વગરના હશે તે લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ આતંક મચાવ્યો છે.
કોરોનાના કારણે પહેલાથી જ લોકોને માસ્ક પહેરવા, હાથ ધોવા, તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સલાહ આપવામાં આવી રહી છે. આ વચ્ચે અચાનક રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતા પોલીસ સાથે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે માસ્ક ડ્રાઇવ સાથે આ ઉપરાંત દિવસના સમયે બહાર નીકળતાં લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ બીજા નિયમોનું પાલન કરે તે માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. કારમાં, રિક્ષામાં નિયમ કરતાં વધુ મુસાફરો સાથે નીકળનારા, બાઇકમાં ત્રણ સવારી અને માસ્ક વગર નીકળનારા પણ દંડાયા હતાં.