ગતરાત્રીના હોટલ ધાબાઓ રેસ્ટોરન્ટ ૧૦ પછી રીતસર તાળા લાગ્યા ૧૦.૩૦ પછી બજારો સુમસામ થઈ, પોલીસની ચાંપતી નજર રહી, કડક ચેકીંગની કાર્યવાહી લેખે લાગી

 

બ્રિજેશ ગૌસ્વામી
ગઈકાલના એક દિવસ માટે સિહોર પોલીસ અધિકારી અને ટિમ સતત છેલ્લા આઠ દિવસથી કામે લાગી હતી પોલીસની સતત પેટ્રોલિંગ ચેકીંગની મહેનત રંગ લાવી છે પોલીસનું કડક ચેકીંગ કામ કરી ગયું છે અને થર્ટી ફર્સ્ટ નાઇટ શાંતિ પૂર્ણ પાર પડી છે જોકે કેટલાક નશાખોર અને પીધેલાઓને પોલીસે ઝડપી પાડીને કાર્યવાહી કરી હતી સિહોર શહેરમાં ૩૧મી ડિસેમ્બર-થર્ટી ફર્સ્ટ નાઇટ શાંતિપૂર્વક પસાર થાય અને કયાંય કોઇ છમકલા ન થાય કે દારૂ પીને કોઇ તત્વો છાંકટા ન બને તે માટે પખવાડીયાથી પોલીસ સતત મહેનત કરી રહી હતી.

ખાસ કરીને ૩૧મીની રાતે પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલીંગ ચાલુ રાખતાં મહેનત લેખે લાગી હતી અને કોઇપણ જાતના છમકલા વગર શાંતિથી ઉજવણી પુરી થઇ હતી. પોલીસે બ્રેથએનલાઇઝરનો ઉપયોગ કરી ઠેકઠેકાણે વાહન ચાલકોને અટકાવી તેણે નશો કર્યો છે કે કેમ? તેની તપાસ કરી હતી. બે અલગ-અલગ સ્થળોએથી પોલીસે દારૂ પી વાહનમાં નીકળેલા પકડ્યા હતાં. નશાખોરો ૩૧મીના રોજ ‘પોલીસ મથકના મહેમાન’ બન્યા હતાં ઉલ્લેખનીય એ પણ છે કે રાત્રીના ૧૦ પછી હોટલો રેસ્ટોરન્ટ ધાબાઓને રીતસર તાળા લાગ્યા હતા અને ૧૦.૩૦ પછી બજારો સુમસામ જોવા મળી હતી.

પોલીસની કાર્યવાહી અને મહેનત રંગ લાવી હતી ચેકીંગ અને પેટ્રોલિંગમાં અધિકારી કે ડી ગોહિલ સાથે ગૌતમ રામાનુજ, રાજભા, અર્જુનસિંહ, બીજલભાઈ, રામદેવસિંહ, અશોકસિંહ, કુલદીપસિંહ,પદુભા ભડલી, જયતુંભાઈ, સહિતના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here