વાડી સંચાલકો, પાર્ટી પ્લોટ, સહિત ૨૧ થી વધુ સંચાલકો બેઠકમાં હાજર રહ્યા, સરકારની ગાઈડ લાઈનનો ભંગ ન થાય તેની તકેદારી રાખે : પીઆઇ ગોહિલ


હરેશ પવાર
સિહોર સાથે જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધ્યું છે સાથે લગ્ન ગાળા ની સીઝન છે તેને ધ્યાન માં રાખી સિહોર પોલીસ અધિકારી પીઆઇ ગોહિલ દ્વારા વાડી સંચાલકો,સહીત લગ્ન પ્રસંગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ ની બેઠક કરી જાહેરનામા તથાં ગાઇડલાઇન અંગે સમજ આપી નિયમો ની કડક અમલવારી કરવાં તાકીદ કરી હતી શહેરમાં છેલ્લા નવ મહિના થી લગ્ન નાં આયોજન બંધ હોય હવે છુટછાટો સાથે લગ્નસરા ખીલી હોય તેમ અનેક લગ્નોત્સવના આયોજનો થનાર છે લગ્નોની સિઝન પૂર બહારમાં ખીલી છે ત્યારે કોરોનાના સંક્રમણના કારણે સરકારે એકાએક લગ્ન સમારોહમાં ર૦૦ નાં બદલે ૧૦૦ વ્યકિતની જ પરવાનગી આપવાની જાહેરાત કરતા લગ્ન સમારોહ રદ કરવા પડે તે સ્થિતિ આવીને ઉભી છે.

મધ્યમ વર્ગનાં પરિવારોને લગ્ન સમારોહ કેન્સલ તો કરવા પડયા છે ત્યારે સિહોર સાથે જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધ્યું છે સાથે લગ્ન ગાળા ની સીઝન છે તેને ધ્યાન માં રાખી સિહોર પોલીસ અધિકારી પીઆઇ ગોહિલની હાજરીમાં મળેલી બેઠક માં વિવિધ જ્ઞાતિઓ ની વાડીઓ નાં સંચાલકો, પાર્ટી પ્લોટ તથાં મેરેજ હોલ સંચાલકો અને લગ્ન પ્રસંગ નાં ધંધાર્થીઓ હાજર હોય સરકારની ગાઇડલાઇન તથાં જાહેરનામાં ની સમજ આપી લગ્ન પ્રસંગ માં સો થી વધું વ્યક્તિઓ હાજર નહીં રાખવાં તાકીદ કરી હતી.સાથે સોશ્યલ ડિસ્ટન્સ તથાં માસ્ક ની કડક અમલવારી કરવાં જણાવ્યું હતું બેઠકમાં ૨૧ જેટલા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here