ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હાથ ધરેલી તપાસ

હરેશ પવાર
સિહોર રહેતા યુવાને બગીચામાં કચરો નહીં નાખવાનું કહેતાં ૩ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ મારમારી ધમકી આપી જ્ઞાતિ વિશે હડધૂત કરાયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સિહોર શહેરની એકતા સોસાયટી માં રહેતા હિતેશભાઈ ધનજીભાઈ ગોહિલ(ઉ.વ.૨૪)એ લીલાપીર વિસ્તારમાં રહેતા અનસાર યુનુસ કાજી,સમીર સલીમ અને તાહિર અનીસ દલસાણીયા,વિરુદ્ધ એવી ફરીયાદ નોંધાવી હતી.

મુકતેશ્ર્વર મહાદેવ મંદિરમાં સફાઈ કામ કરતા હતા ત્યારે બગીચામાં કેટલાક બાળકો કચરો ફેકતા હોય જે અંગેના કહેતા ઉપરોક્ત ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ મારમારી બિભત્સ શબ્દો કહી જ્ઞાતિ વિશે હડધુત કરી નાસી છુટયા હતા. હિતેષભાઈ એ નોંધાવેલી ફરિયાદ ના આધારે એટ્રોસીટી સહિતીન કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here