સિહોર : પોલીસે પીવાના પાણી માટે વલખા મારતા ગામડાઓમાં ટેન્કર મારફત પાણી પોહચાડ્યું

મિલન કુવાડિયા
આપણને પોલીસ સામે સૌ ફરિયાદ છે, પરંતુ વિપદા વખતે પોલીસને પોતાને પણ ખબર છે કે આખરે તે પણ એક માણસ છે. તૌક્તે વાવાઝોડા દરમિયાન સિહોર પોલીસે જે કામગીરી કરી તેને સૌ સલામ કરવાનું મન થાય તેવું બન્યું છે.આમ તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે પરંતુ વાવાઝોડાની ઊભી થયેલી પરિસ્થિતિમાં સિહોરના વિવિધ ગામડાઓમાં માણસાઈની રુએ જે કામગીરી કરી તેનો ચિતાર અહીં છે.

ધ્રુપકા, નવા જાળીયા, જુના જાળીયા, પીપળીયા, ભડલી, પાલડી, સહિતના અસંખ્ય ગામડાઓમાં પોલીસે ટેન્કર મારફત પાણીની વ્યવસ્થા લોકોને કરી આપી છે.વાવાઝોડાએ સિહોર પંથકમાં ઘણી તારાજી સર્જી છે તૌકતે વાવાઝોડાની અસર સિહોરમાં પણ જોવા મળી હતી વાવાઝોડાની અસરથી ભારે પવન સાથે ઠેરઠેર ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની અસરના પગલે ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે જેના પગલે ગામડાઓમાં છેલ્લા ચાર/પાંચ દિવસથી લાઈટોની હોળી છે.

લોકોની પીવાના પાણી માટેની સ્થિતિ ખૂબ કપરી બની છે ત્યારે સિહોર પોલીસ અધિકારી કે ડી ગોહિલ અને ટિમ સ્ટાફ દ્વારા સિહોરના ગામડાઓમાં ટેન્કર મારફત પીવા માટે પાણી પોહચાડવાની જવાબદારી ઉપાડી લીધી છે જે પણ ગામડાઓમાં પાણીની તકલીફ અને સમસ્યાઓ છે.ત્યાં સિહોર પોલીસ દ્વારા પોલીસ લાઈનમાં આવેલ પાણીના બોર માંથી ટેન્કર મારફત ગામડાઓમાં પાણી પોહચતુ કરે છે.

સિહોર તાલુકાના આજુબાજુના ગામડાઓમાં લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીના ટેન્કર ભરી દેવામાં આવે છે તાલુકાના ધ્રુપકા, નવાજાળીયા, જુનાજાળીયા, પીપળીયા, ભડલી, પાલડી, સહિતના ગામડાઓમાં પોલીસે પીવાનું પાણી પોહચાડી પોલીસે વાવાઝોડાના કપરા સમયમાં ઉત્તમ માણસ હોવાનું પુરવાર કર્યું છે વાવાઝોડાને લઈ ગામડાઓમાં લોકો પીવાના પાણી માટે મુશ્કેલીમાં મુકાયા છે ટેન્કર મારફત ગામડે ગામડે પીવાના પાણીની વ્યવસ્થા માટેની જવાબદારી સિહોર પોલીસે ઉપાડી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here