પાપ પીપળે જઇને પુકારે : સિહોરના બુઢણા ગામે બે ચોરાવ મોટર સાઇકલ સાથે સિકંદરખાન પોલીસના સકંજામાં, પોતાના રહેણાંકી મકાનમાં બે બાઇકો સંતાડયા હતા અને પોલીસ ત્રાડકી

બ્રિજેશ ગૌસ્વામી
બ્રેકીંગ ન્યુઝ..ઓન ધી સ્પોટ
આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮.૫૦ કલાકે સિહોરના બુઢણા ગામે બે ચોરાવ બાઇકો સાથે સિકંદરખાન નામનો ઇસમ પોલીસના સકંજામાં સપડાયો છે રાત્રીના ૮.૪૬ મિનિટે સિહોર પોલીસના પીઆઇ કે.ડી ગોહિલે વિગતો આપતા જાણવા મળ્યું કે સિહોરના બુઢણા ગામના સિકંદરખાન બે ચોરાવ બાઈક સાથે પોલીસના હાથે ઝડપાયો છે અમારા સગયોગી બ્રિજેશના અહેવાલો મુજબ આજે સિહોર પોલીસ પેટ્રોલીંગમાં હતી.

તે દરમિયાન ગ્રામ્ય પંથકની આઉટ પોસ્ટ ટાણા વિસ્તારના બુઢણા ગામો આજુબાજુ પેટ્રોલીંગ દરમિયાન હકીકતના આધારે બુઢણા ગામના સિકંદરખાન નામના ઇસમના ઘર માંથી ને શંકાસ્પદ મોટરસાઇકલ બજાજ પ્લસર અને હીરો પેશન બાઇકો મળી આવી હતી બંને બાઇકો સાથે પોલીસે હાલ સિકંદરખાનને લોકઅપ પાછળ ધકેલી દીધો છે અને સિકંદરખાનનું પાપ પીપળે જઈને પોકાર્યું છે હાલ પોલીસે સિકંદરખાનની સમગ્ર મામલે વધુ સઘન પૂછપરછ હાથ ધરીને પોલીસને વધુ મહત્વની કડીઓ મળે તેવી સંભાવનાઓ છે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે કામગીરીમાં રાજેન્દ્રસિંહ, શકિતસિંહ, પ્રવીણભાઇ, અશોકસિંહ, બીજલભાઇ, વિગેરે સ્ટાફ જોડાયો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here