ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને સિહોરના વૃદ્ધ દંપતી સાથે ૯૦ હજારની છેતરપિંડી કરી ગયો ગઠિયો

હરેશ પવાર
આજકાલ ઓનલાઈન લેવડ દેવડ વધતા તેની સામે ગઠિયાઓ પણ ઓનલાઈન ચોરીઓ કરવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો સિહોરના વૃદ્ધ દંપતી સાથે ઘટિત થઈ ગયો. સિહોર ના જાણીતા વેપારી પરિવાર ની સાથે છેતરપિંડી ની ઘટના ને લઈ સિહોર પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવા માં આવી છે જેમાં ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા નું કહીને સિહોરના એક વૃદ્ધા ના બેંક ખાતા માં થી રૂપિયા ૯૯ હજાર માતબર રકમની ઉઠાવી લઈ

આ બનાવ તા.૧૪/૪/૨૧ ના રોજ છેતરપિંડી આચરવા માં આવ્યું હોવાની સિહોર પોલીસ થાણા માં ફરિયાદ નોધાતા પોલીસે બનાવ ની તપાસ હાથ ધરી છે .સિહોર ના ભદ્ર એરિયા એવા અમદાવાદ રોડ જૈન દેરાસર પાસે રહેતા કપોળ સમાજ ના અગ્રણી સુધાબેન શિરીષભાઈ ભૂતા એ કોઈ અજાણ્યા ઇસમ વિરૂદ્ધ સિહોર પોલીસ સ્ટેશન માં એવા મતલબ ની ફરિયાદ નોધવી છે.

ગત તારીખ ૨૫/૬/૨૧ નાં રોજ તેમના પતી શિરીષભાઈ રમણીકલાલ ભૂતા ના ફોન માં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને સામે છેડે થી એકસિસ બેંક માંથી બોલું છું તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ બે લાખ થી વધારી ને ત્રણ લાખ કરી દઈશું તો એવા કોલ આવતા જે બાદ ફોન કપાઈ ગયો હતો ત્યારબાદ થોડીવાર પછી તેમનો સામે થી ફોન આવ્યો અને તેમના પતી ને ક્રેડિટ વધારવા સહમત કરી ઓટીપી (OTP) માંગ્યો હતો.

જે OTP આ વૃદ્ધા દંપતી એ અજાણ્યા શખ્સ ને આપ્યા બાદ તુરત જ તેમના ખાતા માં થી રૂપિયા ૯૯,૨૭૪/ ડેબિટ થઈ ગયા અંગે નો મેસેજ આવ્યો જેથી દંપતી એ મુંબઈ રહેતા તેમના દીકરા ને જાણ કરતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ત્યાર બાદ બીજા દિવસે તેમનું ક્રેડિટકાર્ડ બ્લોક કરાવી દીધું હતું. આ બનાવ અંગે વૃદ્ધા દંપતી એ સિહોર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાતા પી. આઇ કે.ડી.ગોહિલ દ્વારા તપાસ હાથ ધરાઇ રહી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here