પતિ અને દિયરે સ્ત્રીનાં જાહેરમાં કપડાં ઉતાર્યાં હતાં, ધાનપુરના ખજૂરી ગામે પરિણીતાને પતિ, સાસરિયાંએ નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવવાની ઘૃણાસ્પદ ઘટનાના મામલો

હરેશ પવાર
સિહોર : દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામે પરિણીતાને પતિ અને સાસરિયાંએ નિર્વસ્ત્ર કરવાની ઘૃણાસ્પદ ઘટનાના પડઘા સિહોરમાં પડ્યા છે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પરિણીતા ઉપર થયેલા અત્યાચારના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ઘટના સંદર્ભે આજરોજ સિહોર મહિલા સ્વરાજ મંચ દ્વારા સિહોર પોલીસ મથક ખાતે આવેદનપત્ર પાઠવી મહિલાઓ ઉપર થતાં અત્યાચારના બનાવો અટકાવવા પગલા લેવા તેમજ મહિલા સ્વરાજ મંચ પરિવાર દ્વારા આ બનાવને શબ્દોમાં વખોડી કાઢી પોલીસ મથક ખાતે આવેદનપત્ર આપી આ મામલે ન્યાયિક તપાસ થાય તેવી રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં અવારનવાર મહિલાઓ ઉપર ખૂબ જ અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે.

ત્યારે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામની શ્રમિક વર્ગની પરિણીતાને અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાતા આ અંગેની જાણ તેના પતિ તેમજ સાસરીયાઓના તેમજ ગ્રામજનોને થતા તેઓ દ્વારા પરિણીતાને માર મારી કપડાં, ફાડી નાખી નિર્વસ્ત્ર કરી તેની ઉપર પુરુષને બેસાડી ગામમાં ફેરવી હતી અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતોઆ આ ઘટના સંદર્ભે મહિલા સ્વરાજ મંચે કહ્યું ‘દાખલો બેસે એવી કાર્યવાહી કરો તેવી માંગ કરી છે અને ધાનપુરના ખજુરી ગામની આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને આ ઘટના મામલે યોગ્ય પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સિહોર પોલીસ મથકમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here