સિહોર પોલીસે અધધ 19 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દીધું : દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો

મિલન કુવાડિયા
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે આ વાક્ય સુવિચારોમાં તો સારૂં લાગે છે પરંતુ જ્યારે પોલીસ દારૂ પકડે અને તે જથ્થાનો નાશ કરવામાં આવે ત્યારે આવા સુવાળા વાક્યોની પોલ ખૂલી જાય છે પાલીતાણા ડિવિઝનના વીવીધ પોલીસ સ્ટેશનમાં છેલ્લા સમયમાં ઝડપાયેલ અંદાજે 19 લાખથી વધુને વિદેશી દારૂના જથ્થા પર આજે શુક્રવારે પ્રાંત અધિકારી, ડીવાયએસપી, અને પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવાતાં પકડાયેલ દારૂ સાચવવાની ઝંઝટમાંથી રાહત મળી હતી.

સાગવાડી નજીકના ખુલ્લા મેદાનમાં પાથરવામાં આવેલા 7072 જેટલી બોટલો પર જયારે બુલડોઝર ફેરવાયું ત્યારે દારૂની ઉડેલી છોળોથી જાણે વિદેશી દારૂની નદી વહેતી થઈ હોય તેવા દ્દશ્યો જોવા મળ્યા હતા સિહોર સોનગઢ ઉમરાળા વલ્લભીપુર પોલીસે છેલ્લા સમયમાં ઝડપેલા વિદેશી દારૂના જથ્થાને નાશ કરવા જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોરની તંત્રમાં મંજૂરી માંગતા જવાબદાર તંત્રમાંથી મંજૂરી મળતા જ 19 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા પર પોલીસે બુલડોઝર ફેરવી દીધું હતું.

આ દારૂના જથ્થાને નાશ કરવાની લીલીઝંડી મળતાં જ આજરોજ સાગવાડી નજીક ખુલ્લા મેદાનમાં વહીવટી તંત્ર અને પોલીસતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂના અધધ જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવાતાં વિદેશી દારૂની બોટલનો કચ્ચરઘાણ નીકળતા દારૂની નદી વહેતી થઈ હોય તેવા દ્દશ્યો સર્જાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here