ઇન્દુભા ઝાલા, ઇમરાન ગોગદા સહિત ટીમની કામગીરી, ગૌતમેશ્વર રોડ જાહેરમાં જુગારીઓ જુગારની બાજી માંડી બેઠા હતા તે વેળાએ પોલીસ ત્રાડકી

હરેશ પવાર
સિહોર પોલીસના ઇન્દુભા ઝાલા, ઇમરાન ગોગદા સહિત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી મળતાં પોલીસે સિહોરના ગૌતમેશ્વર રોડ પરની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી ૧૦૩૦૦ નો મુદ્દામાલ ઝડપી જુગારીઓની અટકાયત કરી હતી.પોલીસે જુગારીઓની ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દારૂ જુગારની બદીને રોકવા માટે પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે. દરમિયાન સિહોર પોલીસના ઇન્દુભા ઝાલા, ઇમરાન ગોગદા સહિત સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સિહોરના ગૌતનેશ્વર રોડ જાહેર રસ્તા પર જુગાર રમાઈ રહ્યો છે. બાતમીને આધારે પોલીસે તપાસ કરતાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હતો. દરમિયાન પોલીસે રેઈડ કરી ૬ ઈસમો સાથે કુલ રૂપિયા ૧૦૩૦૦ નો મુદ્દામાલ ઝડપી જુગારધારાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે અટકાયત કરેલ જુગારીઓ

(૧) પરેશભાઇ બોધાભાઇ રાઠોડ
(૨) રાજુભાઇ નાનુભાઇ સોલંકી
(૩) પ્રદીપભાઇ શરદભાઇ સોલંકી
(૪) કીરણભાઇ વનમાળીભાઇ સોલંકી
(૫) વિશાલભાઇ ધીરૂભાઇ ડાભી
(૬) જગદીશભાઇ સાદુળભાઇ ચાવડા
રહે તમામ સિહોર

સમગ્ર કામગીરીમાં

સિહોર પોલીસ અધિકારી કે.ડી.ગોહીલ, આઇ.બી.ઝાલા, ઇમરાનભાઇ ગોગદા, જગદીશભાઇ ડાંગર, ભયપાલસિંહ સરવૈયા, હેમરાજસિંહ ચૌહાણ, દીવ્યરાજસિંહ ગોહીલ, ભરતસિંહ ચુડાસમા વિગેરે સ્ટાફ જોડાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here