અલગ અલગ ૫ દરોડામાં ૨૨ ઇસમોને રોકડ સાથે ઝડપી લેવાયા

હરેશ પવાર – દેવરાજ બુધેલીયા
સાતમ આઠમ એટલે જાણે જુગાર રમવા વાળા માટે દિવાળી આવી ગઈ હોય. ત્યારે ખાસ આવા લોકોને ઝડપી લેવા જિલ્લા ભરની પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સિહોર પોલીસના કે.ડી.ગોહીલ અને સ્ટાફના માણસોને પ્રોહિ જુગાર અંગે સખ્ત પગલા લેવા સુચના કરતા જે આધારે સિહોર પો.સ્ટે.ના સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન નીચે મુજબના દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ. થાળા ગામ તા-સિહોર ગામની સીમ માં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી પાંચ ઇસમો જેમાં (૧) ગભાભાઇ દેવકણભાઇ ઠાકરીયા ઉવ.૪૨ (૨) મુનાભાઇ ખીમરાજભાઇ ઠાકરીયા ઉવ.૩૩ (૩) મનુભાઇ બાવુભાઇ ઠાકરીયા ઉ.વ.૩૦ (૪) મેરણભાઇ દેવગણભાઇ ઠાકરીયા ઉ.વ.૩૦ (૫) પીઠાભાઇ ભીખુભાઇ ભેવલીયા ઉવ.૩૫ રહે.બધા થાળા ગામ તા-સિહોર વાળાઑને રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે પકડાયેલ ઇસમો પાસેથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૧૦૩૩૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગાર કેસ શોધી કાઢેલ છે.

સિહોર રામનગર પ્લોટ વિસ્તારમા જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી ચાર ઇસમો જેમાં (૧) અમરશીભાઇ નાનુભાઇ બારૈયા જાતે-કોળી ઉવ.૩૯ રહે. ગુદાળા વસાહત શિહોર (૨) ધમાભાઇ હરીભાઇ રાઠોડ જાતે-કોળી ઉવ.૪૦ રહે.ગુંદાળા વસાહત શિહોર (૩) ભરતભાઇ વલ્લભભાઇ સોલંકી જાતે-કોળી ઉ.વ.૩૫ રહે.ગુંદાળા વસાહત શિહોર (૪) ધારશીભાઇ ઘુઘાભાઇ બારૈયા જાતે-કોળી ઉ.વ.૪૫ રહે. રામનગર પ્લોટ વિસ્તાર શિહોર વાળાઑને રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે પકડાયેલ ઇસમો પાસેથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૧૦૧૨૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગાર કેસ શોધી કાઢેલ છે. શિહોર તાલુકાના સખવદર ગામે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી પાંચ ઇસમો જેમાં (૧) જયસુખ ઉર્ફે ગઢીયો ભોથાભાઇ મકવાણા જાતે-દે.પૂ. ઉવ.૨૬ (૨) સામતભાઇ મીઠાભાઇ કુવાડીયા જાતે-આહિર ઉવ.૪૫ (૩) અશોકભાઇ ધીરુભાઇ કુવાડીયા જાતે-આહિર ઉ.વ.૨૧ (૪) જેઠાભાઇ વાઘાભાઇ ડાંગર જાતે-આહિર ઉ.વ.૪૫ (૫) હકાભાઇરામશીભાઇ મકવાણા જાતે-દે.પૂ. ઉ.વ. ૪૮ રહે. બધા સખવદર ગામ તા-શિહોર વાળાઑને રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે પકડાયેલ ઇસમો પાસેથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૧૩૨૮૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગાર કેસ શોધી કાઢેલ છે.

શિહોર ગુંદાળા વસાહતમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી પાંચ ઇસમો જેમાં (૧) દીલીપભાઇ કાનજીભાઇ રાઠોડ જાતે-અનુ.જાતી ઉવ.૨૫ રહે. સવગુણ સોસાયટી શિહોર (૨) રાજુભાઇ ઘેલાભાઇ બારૈયા જાતે-કોળી ઉવ.૩૨ રહે.ગુંદાળા વસાહત શિહોર (૩) નરેશભાઇ જેન્તીભાઇ રાઠોડ જાતે-કોળી ઉ.વ.૩૨ રહે.ગુંદાળા વસાહત શિહોર (૪) સાગરભાઇ ધીરુભાઇ મેર જાતે-કોળી ઉ.વ.૨૩ રહે. ગુંદાળા વસાહત શિહોર (૫) અજયભાઇ ધીરુભાઇ પરમાર જાતે-કોળી ઉ.વ.૨૪ રહે. ગુંદાળા વસાહ્ત શિહોર વાળાઑને રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે પકડાયેલ ઇસમો પાસેથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૧૦૪૯૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગાર કેસ શોધી કાઢેલ છે.

શિહોર તાલુકાના સખવદર ગામે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી ત્રણ ઇસમો જેમાં (૧) અનીલભાઇ આતુભાઇ મકવાણા જાતે-દે.પૂ. ઉવ.૨૦ (૨) રમેશભાઇ વેલજીભાઇ સોલંકી જાતે-દે.પૂ. ઉવ.૨૮ (૩) ટીકુભાઇ પોથાભાઇ મકવાણા જાતે-દે.પૂ ઉ.વ.૪૨ રહે. બધા સખવદર ગામ તા-શિહોર વાળાઑને રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે પકડાયેલ ઇસમો પાસેથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૧૯૮૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર કેસ શોધી કાઢેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here