એકતા સોસાયટી જયેશના ઘરે રહેણાંકી મકાનમાં પોલીસનો છાપો : વિદેશી દારૂ, મોટરકાર, મોબાઈલ, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો, રાજસ્થાનનો સુરેન્દર અને સિહોરનો ઉમેશ ગિરફતાર, જયેશ ભાણજીની પોલીસને તલાશ


હરેશ પવાર : દેવરાજ બુધેલિયા
ગુજરાતમાં એક તરફ સરકાર દ્વારા દારૂબંધીની વાત કરવામાં આવે છે અને બીજી તરફ ભાજપના કાર્યકરના ઘરેથી લાખો રૂપિયાનો દારૂનો મુદામાલ પકડાય છે સિહોર ભાજપના કાર્યકર જયેશ ભાણજીના ઘરે વિદેશી દારૂનો અડ્ડો ધમધમતો હતો સિહોર પોલીસે રેડ કરી ઘરમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસરેડની ગંધ આવી જતા ભાજપના કાર્યકર જયેશ ભાણજી રફુચક્કર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ઉલ્લેખનીય છે.

હાલમાં જ હાઈકોર્ટમાં ગુજરાતની દારુબંધી મામલે થયેલી અરજીનો સ્વીકાર કરી તેના પર ચર્ચા કરવામાં આવી રહી છે એકાદ બે દિવસ પહેલા જ ખુદ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, બીજા રાજ્યો ભલે દારુથી કમાણી કરે પણ ગુજરાત દારુબંધીથી વરેલું રહેશે, ત્યારે પ્રશ્ન એ થાય કે શું આ જ રીતે ગુજરાત દારુબંધીથી વરેલું રહેશે? ખેર સિહોરની એકતા સોસાયટીમાં આવેલ રહેણાંકી વિસ્તારના મકાનમાં બાતમીના આધારે

સિહોર પોલીસે વિદેશી દારૂની સફળ રેડ પાડીને પોણા ૧૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો સિહોર પોલીસે બાતમીના આધારે કરકોલીયા રોડ પર આવેલ એકતા સોસાયટીમાં રહેતા જયેશ ભાણજીભાઇ મકવાણાના રહેણાંકી મકાનમાં રેડ પાડી હતી રેડ દરમ્યાન અધધ વિદેશી દારૂના મસમોટા જથ્થાને જોઇ અચંબામાં પડી ગઇ હતી. પોલીસે બુટલેગર જયેશના રહેણાંકી મકાનમાં આવેલ ચોરખાના માંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો

વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની દારૂની પેટીઓ કબજે કરી હતી રેડ દરમ્યાન પોલીસે રાજસ્થાનનો સુરેન્દર અને સિહોરના ઉમેશ ઉર્ફે ઇલુ મકવાણાને ગિરફતાર કરીને મુખ્ય સૂત્રધાર જયેશ ભાણજી સુધી પોહચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસે અહીં અલગ અલગ બ્રાન્ટની દારૂની બોટલો, બિયર, રોકડ રૂપિયા, બે ફોરવ્હીલ કાર, મોબાઈલ સહિત પોણા ૧૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને પ્રોહીબિશન હેઠળ કાર્યવાહી શરૂ કરી છે

બોક્સ..

2018 માં જયેશ ભાણજીના કબ્જામાંથી જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટો દારૂ ઝડપાયો હતો

2018 અને ફેબ્રુઆરીમાં જેતે સમયે ભાવનગર એસઓજી અને સિહોર પોલીસની સંયુક્ત રેડમાં જયેશ ભાણજીના કબ્જા માંથી અંદાજે 90 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેતે સમયે સિહોર પોલીસ અને એસઓજી ટીમની સંયુક્ત રેડ જયેશ ભાણજીના રહેણાંકી મકાનમાં આવેલ ગોડાઉનમાં પડી હતી પોલીસ દારૂનો એટલો મસમોટો જથ્થો જોઈને ચોકી ઉઠી હતી જે તે સમયે ત્રણ કે ચાર આઇસર ગાડીઓ ભરીને પોલીસ મથક ખાતે દારૂ લાવવામાં આવ્યો હતો

તે સમયે દારૂ પોલીસ મથકે લાવવા પોલીસ ધંધે લાગી હતી

2018 માં જયેશન કબ્જામાંથી વિદેશી દારૂની રેડનુ ઓપરેશન કલાકો સુધી ચાલ્યું હતું તે સમયે ચાર જેટલી આઇશર ગાડીઓમાં ભરીને દારૂની પેટીઓ પોલીસ મથકમાં લવાઇ હતી અને દારૂની ગણતરી માટે વલભીપુર સહિતના આજુબાજુના પોલીસ મથકોમાંથી પોલીસ કાફલો બોલાવી માલની હેરાફેરી માટે મજુરોને બોલાવવા પડયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here