જે પણ જવાનોએ લોકડાઉન સમયે ઉત્તમ કામગીરી કરી છે તેની પોલીસે કદર કરીને જાહેરમાં પ્રમાણપત્રો આપીને નવાજવામાં આવ્યા છે

સલીમ બરફવાળા
કોરોના કોરોના કોરોના આ કોરોનાએ તો જીવવાનું હરામ કરી નાખ્યું છે. લોકડાઉન પહેલું, બીજું અને ત્રીજું અને હવે અનલોક અને ત્યાર પછી શું? તમારા મનમાં પણ આવું જ થતું હશે, પણ એ લોકો જે કોરોનાના કપરા કાળમાં સતત સેવારત હતા સફાઈ કર્મચારી, પોલીસ, તબીબ અને આપણી સરહદ પરના જવાનો. આ સૌને એમની સેવા માટે આપણે અલગ અલગ રીતે બિરદાવ્યાં. પણ આજનો દિવસ આવા જ એક સુરક્ષા વિભાગનો આભાર માનવાનો છે.

સિહોર પોલીસની સાથે કામ કરતા હોમગાર્ડ યુનિટ, ટ્રાફિક બ્રિગેડ, જીઆરડી જવાનોનું કામ પણ કોરોના વોરિયર્સ કરતાં ઓછું જોખમી નથી કોરોનાની મહામારીથી બચવા દેશ અને દુનિયા અથાક પ્રયત્ન કરી રહ્યાં છે. કોરોનાનો પડકાર ઝીલીને એની સામે ડૉક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસતંત્ર,અને સરકાર સહિત વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યાં હતા સિહોર શહેરમાં અને કંટેઇન્ટમેન્ટ વિસ્તારમાં લોકડાઉનની અમલવારી સમયે પોલીસતંત્ર સાથે હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ, જીઆરડી જવાનો ખડેપગે રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહ્યું હતું તે સૌ જાણે છે.

માટે આ જવાનોનું કામ પણ કોરોના વોરિયર્સ કરતાં ઓછું જોખમી ન હતું અને તે જવાનોની કામગીરીની કદર કરીને સિહોર પોલીસ કે.ડી.ગોહિલ, મહિલા પીએસઆઇ જે બી પરમારે આ જવાનોની કામગીરીની કદર કરી છે અને કોરોના વાઇરસ મહામારીના સમયે ઉત્તમ કામગીરી કરનાર હોમગાર્ડ યુનિટ, ટ્રાફિક બ્રિગેડ, અને જીઆરડી જવાનોને બિરદાવી છે અને ઉત્તમ કામગીરી કરનાર જવાનોને સન્માનપત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here