૬ પશુઓ પૈકી ૨ ગાયો અને ૪ વાછરડાનો સમાવેશ, છ જેટલા શખ્સો ઝડપાયા, એક ફરાર, વીએચપી ટીમની સફળ કામગીરી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સહિત જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફરી કરવાના તેમજ તેને કતલખાને લઈ જવાના બનાવો અવારનવાર બનતા હોય છે, પણ પોલીસ અને ગૌક્ષકો આવા ગૌવંશને કતલખાને લઈ જતા તેમજ ગેરકાયદેસર હેરાફેરી કરનારા તત્વો ઉપર નજર રાખતી રહે છે સિહોરના વીએચપી કાર્યકરને શહેરના નવાગામ કનિવાવ રોડ તાડપત્રી ઢાકેલીં એક આઇસર ગૌવંશ ભરીને નેસડા તરફ જઈ રહી હોવાની બાતમી મળી હતી વિશ્વ હિન્દૂ પરિષદ ટિમ દ્વારા તેને નવાગામ કનિવાવ રોડ પર રોકી હતી. તેમાં તપાસ કરતા ૬ જેટલા પશુઓ ખીચોખીચ ભરેલી હાલતમાં હતી. આઇસરના ચાલકે વીએચપી કાર્યકરોને જોઈને ભાગવાનો પ્રયાસ કરતા તેને દબોચી પોલીસના હવાલે કરી દીધા હતા તેમના માટે ઘાસ- પાણીની સગવડ પણ ન હતી.

પોલીસે ચાલક અને ઝડપાયેલા શખ્સો પાસે પરમિટ માગતા તે આપી શક્યા ન હતા પોલીસે આઇસર સહિત ૬ શખ્સોની ધરપકડ કરી છે પશુઓ તેમજ ટ્રક બલેનો કાર વગેરે મુદ્દામાલ પોલીસે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગૌવંશને સિહોર શહેર ખાતે આવેલી પાંજરાપોળ ખાતે મોકલી આપવામા આવ્યા છે. અત્રે નોંધનીય છે જીલ્લામાં ગૌવંશની ગેરકાયદે અને કતલખાનેલઈ જવાના ઈરાદે બેફામ હેરાફરી થતી રહે છે ત્યારે પોલીસે નિર્દોષ મુંગા પશુઓને વીએચપી ટીમે કતલખાને જતા બચાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here