સિહોરમાં ગઇરાત્રીના અપહરણની ઘટનામાં ૧૫ લાખની ખંડણીની માંગ અને વૃદ્ધની હત્યાથી સનસનાટી

ગઈકાલ મોડી સાંજે અપહરણ બાદ વૃદ્ધની હત્યાથી સમગ્ર પંથકમાં સનસનાટી, પુત્રીને ફોન કરી ૧૫ લાખની માંગ કરી, પોલીસે હત્યારાને ઉઠાવી લીધો

હરીશ પવાર – દેવરાજ બુધેલીયા – બ્રિજેશ ગૌસ્વામી
સિહોરની ગઈકાલે મોડી સાંજની ઘટનાએ ભારે સનસનાટી મચાવી દીધી છે ગઈકાલે અપહરણની ઘટનામાં અપહરણકારોએ ફોન કરીને ૧૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. તારા બાપને જીવતો જોતો હોય તો ૧૫ લાખનો થેલો તૈયાર રાખ જે અવાજ સુમૈયા ઓળખી ગઈ, જે ઘરે આવતો જતો અનિકેતનો હોય તેવુ લાગતા સુમૈયાએ કહ્યું કે અનિકેત મસ્તી કરમાં તેવું કહેતા અનિકેત નહીં હુસેન બોલુ છું તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો.અપહરણકારોએ ફોન કરીને ૧૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી સિહોરમાં ગત સાંજે એક મુસ્લિમ વૃદ્ધનું અપહરણ કરી અપહારણકારે ૧૫ લાખ રૂ.ની ખંડણી ની માંગ કરતા ચકચાર મચી જવા પામી હતી.આ બનાવને પગલે લોકોના ટોળા વૃદ્ધના ઘર પાસે જમા થઈ ગયા હતા.જ્યારે પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી હતી.

જ્યારે વહેલી સવારે મુસ્લિમ વૃદ્ધ ની છરીના ઘા ઝીંકી અને હત્યા કરેલી લાશ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી. જ્યારે પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક વિગતો મુજબ સિહોરમાં ગત સાંજે કેબલ નેટવર્ક અને પાન મસાલા ની દુકાન ધરાવતા રજાકભાઈ સેલોતની પુત્રી પર તેનાજ પિતાના મોબાઈલ માંથી ફોન આવ્યો હતો. જેમાં કોઈ અપહારણકારે તેનું અપહરણ કરી ને ૧૫ લાખ રૂ.ની માંગ કરી હતી.આ બનાવ અંગે ઘર,પરિવાર અને પોલીસને જાણ કરતા લોકોના ટોળા રજાકભાઈના ઘરે એકઠા થઇ ગયા હતા જ્યારે પોલીસે આ બનાવમાં રજાકભાઈની શોધખોળ હાથ ધરી હતી.

જેમાં આજે વહેલી સવારે સુરકાના દરવાજા વિસ્તારની અવાવરું જગ્યામાંથી રજાકભાઈની છરીના ઘા ઝીંકી હત્યા કરેલી લાશ મળી આવી હતી. જ્યારે અપહરણની ઘટનામાં ૧૫ લાખની ખંડણી અને હત્યાની ઘટનાને પગલે મચી ચકચાર.જ્યારે પોલીસે આ બનાવમાં અનિકેત નામના ઇસમની હાલ શંકાના આધારે ઉઠાવી લીધો અને વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે ત્યારે બનાવને લઈ ભારે સનસનાટી મચી જવા પામી છે.


બોક્સ..

મૃતકના નાનાભાઈ નગરસેવક ચેરમેન હતા

મૃતક રજાકભાઈના નાના ભાઈ રહીમભાઈ સેલોત જેઓ જાહેર જીવમમાં રાજકરણ સાથે જોડાયેલા છે ગતવર્ષે નગરપાલિકામાં ચૂંટણીમાં વિજેતા થયા હતા અને નગરપાલિકામાં ચેરમેન પણ હતા મૃતક રજાકભાઈને પાંચ પુત્રીઓ છે જ્યારે એક પુત્ર છે


ફોનમાં બોલતા શખ્સના અવાજ પરથી સુમૈયા ઓળખી ગઈ કે અવાજ અનિકેતનો છે

ઘટનાની વિગત અનુસાર ગઈકાલે સાંજે રજાકભાઈની પુત્રી સુમૈયાબેન પર અપહરણકારોએ ફોન કરીને ૧૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. તારા બાપને જીવતો જોતો હોય તો ૧૫ લાખનો થેલો તૈયાર રાખ જે અવાજ સુમૈયા ઓળખી ગઈ, જે ઘરે આવતો જતો અનિકેતનો હોય તેવુ લાગતા સુમૈયાએ કહ્યું કે અનિકેત મસ્તી કરમાં તેવું કહેતા અનિકેત નહીં હુસેન બોલુ છું તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. જેથી સુમૈયાએ અનિકેત ભરતભાઈ સોલંકી વિરુદ્ધ રૂપિયા પડાવવાના ઈરાદે રજાકભાઈનું અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

પોલીસ તપાસ દરમિયાન આજે સવારે સુરકના દરવાજા વિસ્તારની અવાવરૂ જગ્યામાંથી રજાકભાઈની ઘાતકી હથિયારના ઘા ઝીંકી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરિયાદના વધુ તપાસ હાથ ધરી છે. રજાકભાઈ સેલોતને સંતાનમાં ૫ દીકરી અને એક દીકરો છે. આમ ડોટર્સ ડેના આગલા દિવસે જ અપહરણકર્તાઓની ૧૫ લાખની માંગણી પૂરી ન થતાં ૫ દીકરી અને ૧ દીકરાએ પિતાની છત્રછાયા ગૂમાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here