ત્રણ ભાઈઓની વચ્ચે સૌથી નાના અશોક છેલાણા અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે હજુ ગઇકાલે તો ફરજ પરથી આવ્યા અને કોઈ કારણોસર જિંદગીનું અંતિમ પગલું ભરી લીધું

અંતિમ વિધિ સમયે હૈયાફાટ દર્શયો સર્જાયા, અર્થી ઉઠી અને ઉપસ્થિત સૌની આંખો ભરાઈ ગઈ, અશોક છેલાણા પરિવાર સાથે અસંખ્ય મિત્રોને રડાવીને જિંદગીને અલવિદા કહી દીધી, ચોમેર ઘેરો શોક

દેવરાજ બુધેલીયા
રાજ્યમાં ખાખી ઉપર જાણે કાળ આવ્યો હોય એવું લાગે છે. છેલ્લા છ આઠ મહિનાના સમયગાળામાં પ્રજાને સુરક્ષા આપતી પોલીસના જવાનો કેમ જાણે પોતાની જીવની સુરક્ષા નથી કરી શક્યા અને આત્મહત્યા વ્હોરી ગયા છે. પોલીસ વિભાગ માટે ફરી એક દુઃખદ ઘટના ઘટી છે સિહોર રાજીવનગર વિસ્તારમાં રહેતા અને પોલીસમાં ફરજ બજાવતા અશોક છેલાણા પોલીસ કોન્સ્ટેબલે કોઈ કારણોસર જિંદગીને કાયમી માટે અલવીદા કહી દીધી છે બનાવને લઈ સિહોર નહિ સમગ્ર પંથકમાં ઘેરો શોક વ્યાપ્યો છે.

અતિદુઃખદ ઘટનાની વિગત એવી છે કે સિહોર રાજીવનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ છેલાણા જેઓ ત્રણ ભાઈઓ છે બુધાભાઇ, કાનાભાઈ અને અને સૌથી નાના અશોકભાઈ જેઓ અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવે છે જેઓ ગઇકાલે રાત્રે હજુ પોતાના વતન ઘરે સિહોર ખાતે આવ્યા હતા ગત મોડી રાત્રીના આ યુવાન પોલીસમેને જાણે જિંદગી સામે કોઈ કારણોસર જંગ હારીને કાયમી માટે અલવિદા કહી દીધી છે.રાત દિવસ પ્રજાની સુરક્ષા માટે અડીખમ લડત આપતા આ કોન્સ્ટેબલ અશોક કેમ પોતાના જીવને સુરક્ષા ન આપી શક્યો તે ખૂબ મોટી ચિંતાની વાત છે.

અશોકના મૃત્યુના સમાચારને લઈને ગુજરાતના પોલીસ બેડામાં શોક સાથે દુઃખનું મોજું ફરી વળ્યું હતું. રાજ્યમાં યુવાનોના વધતા જતા આત્મહત્યાના બનાવો ચિંતાજનક છે. કોઈ પણ પરિસ્થિતિમાં અડીખમ લડી લેવાના જોમ ધરાવતા ખાખી ધારી અશોકના નિધનથી પરિવાર તૂટી પડ્યો હતો અને અશોક પરિવાર સાથે અસંખ્ય મિત્ર વર્તુળને પણ આંખમાં આંસુ સાથે રડાવીને જિંદગીને કાયમી માટે અલવિદા કહી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here