રેસ્ક્યૂ કરતા વોલંટીયર્સ યુવાન અજય બાંભણીયાને પણ પરસેવો પડી ગયો, ગૌતમેશ્વર વાડી વિસ્તારમાં વિશાળ અજગરનું રેસ્ક્યુ કરાયુ

દેવરાજ બુધેલિયા
સિહોર પંથકમાં ચોમાસાના અધિક પ્રભાવથી સાલુ સાલ વિવિધ પ્રકારે પાણીના પ્રવાહ સાથે સરિસૃપ જીવોનું અનાયાસે વધુ આગમન થયુ છે. જેમાં અજગરનું પ્રમાણ વિશેષ રહ્યુ છે હજુ થોડા દિવસ પહેલા સિહોર શહેરના જુના સિહોરના રહેણાંકી વિસ્તારમાં અજગર નીકળતા ભારે નાસભાગ મચી જવા પામી હતી ત્યારે ફરી સિહોરના ગૌતમેંશ્વરના વાડી વિસ્તારમાં વાડીમાં મહાકાય અજગર મળી આવ્યો છે વરસાદી મહોલમાં લોકોના ઘર અને ખતરોમાં સાપ આવી જવાની ઘટનાઓ બનતી હોય છે.

પરંતુ હવે અજગરો મળી આવતા ચિંતાનો વિષય ઉભો થયો છે ત્યારે સિહોરના ગૌતમેંશ્વર રોડે આવેલ વાડી વિસ્તારમાંથી પાસે એક વિશાળ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે 15 થી 20 ફૂટનો મહાકાય અજગર મળી આવ્યો હતો જેને લઈ રેસ્ક્યૂ કરતા વોલંટીયર્સ યુવાન અજય બાંભણીયાને જેની જાણ થતાં જે પહોંચી જઇને ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કર્યુ હતું. રેસ્ક્યુ કરનાર યુવાન અજય કહે છે કે ચોમાસાના સમયમાં આવા બનાવો સામે આવતા હોય છે. જેથી લોકોએ સતર્કતા દાખવવી જોઈએ કોઈએ ડરવાની જરૂર નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here