આજના દિવસમાં જિલ્લાના ૧૪ પોઝિટિવ કેસો, ભાવનગરમાં હીરાના કારખાનામાં કામ કરતા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત, રબારીકાનો રવિ મેર પણ અહીં કામ કરતો હતો

હરેશ પવાર
સિહોરના રબારીકા ગામનો યુવક રવિ મેર સહિત જિલ્લાના ૧૪ લોકો કોરોનાગ્રસ્ત થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજના દિવસની કોરોના કેસોની વિગત આપતા શંખનાદ સંચાલક મિલન કુવાડિયાએ જણાવ્યું હતું કે ભાવનગર અને જિલ્લા માટે અતિ ચિંતાજનક આજનો દિવસ રહ્યો છે સવારથી લઈ સાંજના આ લખાઈ છે ત્યારે ૭/૫૦ કલાક સુધીમાં ૧૪ કોરોના કેસો નોંધાયા છે સિહોરના રબારીકા સહિત ગ્રામ્ય વિસ્તારો અને ભાવનગર સીટી વિસ્તારના ૧૪ જેટલા લોકોને કોરોનાએ ઝપટમાં લીધા છે મિલન કુવાડિયાનું કહેવું છે કે સિહોરના રબારીકા વરતેજ ભાવનગર ત્રાપજ તળાજા સહિત ગામના લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

ખાસ કરીને હીરાના કારખાના કામ કરતા કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે જેથી લોકોમાં ભય ફેલાયો છે કુવાડિયાએ કહ્યું હતું કે લોકોએ આ સમયે સોશ્યલ ડિસ્ટન્સ, વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું સહિતના પગલાં લેવા પણ કુવાડિયાએ અપીલ કરી છે ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે અમારા સહયોગી હરેશ પવાર સિહોરના રબારીકા ગામેથી વિગતો આપતા જણાવ્યું હતું કે રવિ જેસાભાઈ મેર નામનો યુવક કોરોનામાં સપડાયો છે જેની ઉ.૨૩ વર્ષની છે જે હીરાના કારખાનામાં કામ કરે છે.

રબારીકાથી ભાવનગર રોજજે અપડાઉન કરે છે હરેશ પવારનું કહેવું છે કે હાલ સિહોર તાલુકા હેલ્થ વિભાગના અધિકારી જયેશ વકાણી અનિલ પંડિત સહિતના મુખ્ય અધિકારીઓ રબારીકા ગામે પોહચ્યા છે જે યુવક રવિ મેરને પોઝિટિવ આવ્યો છે તેમની તમામ ડિટેયલ પરિવારની પૂછપરછ સાથે કોરોન્ટાઇન સાથે બરફઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેવું સહયોગી પવારે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here