ઘણા દિવસ પછી સૂર્યનારાયણના દર્શન, લોકોએ અને ખાસ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો, ધંધા રોજગાર બજારો ફરી ધમધમી

બ્રિજેશ ગોસ્વામી
ગુજરાત પરથી શાહીન વાવાઝોડાનો ખતરો કેટલાક અંશે ટળ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની વકી વચ્ચે આજે સવારથી જ મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. સૂર્યદેવતાએ દર્શન દેતા લોકોએ રાહત અનુભવી હતી અને નમતી બપોર સુધીમાં જિલ્લાના મોટાભાગના સ્થળોએ મેઘ વિરામ રહ્યો હતો જેથી લોકોએ રાહત અનુભવી છે બજારોમાં ધંધાઓમાં ફરી ધમધમાટ જોવા મળ્યો છે ગુલાબ વાવાઝોડાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું.

છેલ્લા ત્રણ દિવસ વરસાદનું જોર રહ્યું હતું ખાસ કરી મંગળ બુધ ગુરુવારના દિવસે પવન ફુંકાવાની સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે કેટલાક વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે આજ સવારથી જ ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં મેઘરાજાએ વિરામ ફરમાવતા લોકોએ રાહત અનુભવી હતી. સૂર્યદેવતાએ દર્શન દેતા ઉઘાડ નીકળેલો જોવા મળ્યો હતો. વરસાદી વિરામ વચ્ચે મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરી ગયા હતા અને નમતી બપોર સુધીમાં જિલ્લામાં મેઘવિરામ યથાવત રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here