સિહોરના રાજપરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ત્રીપલ”A” ની મીટીંગ બેઠક મળી

હરેશ પવાર
જીલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ ની સુચનાથી આશાબહેનો,આંગણવાડી કાયઁકર બહેનો તેમજ એ.એન.એમ બહેનો વચ્ચે સંકલન રહે,માહિતી નું આદાનપ્રદાન થાય અને માતામરણ-બાળમરણ ને અટકાવવા માટે પોષણ,રસીકરણ અને ગુણવતા સભર આરોગ્ય સેવા આપી શકાય.જોખમી માતાને ત્વરિત શોધી કાઢ્યો ઉપાયો કરીને માતામરણ અટકાવી શકાય તેવા હેતુસર તા.૧૯/૯/૨૦૨૦ ના રોજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર રાજપરા ખાતે ત્રીપલ”A” મીટીંગ યોજાઈ.જેમાં ડો.રૂપલબેન વૈષ્ણવ દ્રારા ચાર સંદેશા તેનું મહત્વ સગભાઁમાતાની સંભાળ પી.સી.એમ.સીરપ ક્રેમ પીવડાવવું તેની તાલીમ, એમ.આર.ઈન્ફ્રોકીટ ની માહિતી આપેલ.તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત દ્રારા પોરાનાશક કામગીરી નું મહત્વ અને મચ્છર જન્ય રોગ અટકાયતી પગલા પાણીજન્ય રોગ અટકાયતી પગલા પર ભાર મુકેલ.કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દેવયાનીબેન ગોડલીયા,શિતલબેન માંડલીયા દ્રારા આરોગ્ય સેવામાં ચીવટ ની માહિતી શપત લેવડાવેલ.ફિમેલ હેલ્થ વકઁર હસૉમતીબેન કાકડીયા,સોનલબેન બારૈયા દ્રારા અરાવીત બાળકોને રહેતે માટે સમજણ આપેલ .તેમજ હાલની કોરોનાની પરિસ્થિતિમાં લોકોને સાચી સમજણ આપવા ગૃહમુલાકાત સમયે જનજાગૃતિ-આ.શિ પર ભાર મુકેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here