કોરાનાના રક્ષાકવચ રક્ષાબંધનની ઉજવણી

રેશમનો તાર , એક અનોખો સાર , ભીંજાઇ એમાં આખો સંસાર . આજે રક્ષાબંધનનો તહેવાર છે, સિહોરમાં પર્વની લાગણીભીની ઉજવણી

મિલન કુવાડિયા
આજે ભાઇ – બહેનના સ્નેહના પર્વ એટલે રક્ષાબંધન . વિરાના કાંડે સુતરના તાંતણે ભાઈ બહેનની લાગણીનો દોર જન્મોજનમ માટે બંધાઈ છે અક્ષત કંકુના વધામણા અને મીઠું મોઢૂ કરાવી ભાઈના હાથ પર બહેનનો પ્રેમ રાખડી રૂપે બંધાયો છે રક્ષાબંધન એ હિંદુઓનો પવિત્ર તહેવાર છે રક્ષાબંધનને દિવસે બહેન ભાઇના હાથે રાખડી બાંધીને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરે છે.

બહેન ભાઈના લાંબા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનની રક્ષા કસ્યા માટે વચન આપે છે અને ભાઈ – બહેનના પ્રેમનો આ એક પવિત્ર તહેવાર છે જોકે આ વર્ષે કોરોના મહામારીને લઇને ભાઈ – બહેનના પ્રેમના પ્રતિકસમાં રક્ષાબંધન પર્વની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઇ હતી.

પર્વને અનુરૂપ બહેનો પ્રેમ પૂર્વક ભાઇને મોં મીઠુ કરાવી રાખડી બાંધી હતી .ભાઈબહેનો દ્વારા રક્ષા કવચ સાથે કુમકુમ તિલક કરી રાખડી બાંધી તેમની સુખાકારી , તંદુરસ્તી અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે રક્ષાબંધન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here