સિહોરમાં રમજાનમાં રોજા સાથે ફરજ બજાવતા મહિલા ડોકટર કહે છે, ‘બંદગી જેટલી જ અગત્યની છે કોરોના દર્દીઓની સારવાર’

મહિલા તબીબ રમજાનમાં કર્તવ્યનું પણ પાલન કરી રહ્યા છે, સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા મુસ્લિમ મહિલા તબીબ રૂબીના ગોરી રોજા રાખીને પણ દર્દીઓની કરી રહ્યા છે સેવા

શંખનાદ કાર્યાલય
પવિત્ર રમજાનમાં આખો દિવસ રોજા રાખીને કોરોનાના દર્દીઓની સારવાર કરી મુસ્લિમ મહિલા ડોક્ટર ખુદાની બંદગીની સાથોસાથ પોતાના કર્તવ્યનું પણ પાલન કરી રહ્યા છે. કોરોનાના ખરા લડવૈયા ડોક્ટર, નર્સ સહિતના આરોગ્ય કર્મચારીઓ કટોકટીના આ સમયે પણ વ્રત, ઉપવાસ અને રોજા જેવી ધાર્મિક પરંપરા પાળી સ્વધર્મની ફરજોનું પાલન કરવાની સાથે દર્દીની સારસંભાળનો સર્વોચ્ચ માનવ ધર્મનો દાખલો સમાજમાં બેસાડ્યો છે.

દેશમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોમી એખલાસના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.આજે દેશમાં સેક્યુરલીઝ્મ અને હિન્દુત્વના મુદે જ્યારે રાજકીય પક્ષોમાં હુંસાતુંસી જોવા મળી રહી છે. તેવા માહોલ વચ્ચે હિંદુ મુસ્લિમ કોમી એકતાના દર્શન કરાવતા અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે. તો ધર્મના નામે હલકી રાજનીતિ કરનારા નેતાઓને પણ બોધપાઠ લેવો પડે તેવી અનેક ઘટનાઓ જોવા મળી રહી છે.

ત્યારે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા મહિલા તબીબ ડો રૂબીના ગોરી રોજા રાખી દર્દીઓની સતત સેવામાં રહીને પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો રૂબીના ગોરી કહે છે બંદગી જેટલી જ અગત્યની કોરોનાના દર્દીઓની સારવાર છે.દર્દીઓની સેવા સાથે રોઝાનું પાલન એ શ્રેષ્ઠ વિકલ્પ છે ખુદાની બંદગી જેટલી જ અગત્યની કોવિડ દર્દીઓની સારવાર છે. હાલ રજાનો વિચાર પણ ન કરી શકાય એટલે દર્દીઓની સેવા સાથે રોઝાનું પાલન એ શ્રેષ્ઠ વિકલ્પ છે ડો રૂબીના અન્ય મહિલાઓ માટે કાબિલે તારીફ ઉદાહરણ બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here