સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી શખસે કુકર્મ કર્યું, ભોગગ્રસ્ત બાળાને સારવાર અર્થે ભાવનગર ખસેડાઈ, દુષ્કર્મીની અટક કરી પોલીસ કોરન્ટાઈન કરાયો

હરિશ પવાર
સિહોર નજીકના રામધરી ગામના શખસે ૧૨ વર્ષીય સગીરાની એકલતાનો લાભ ઉઠાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારી ઈજા પહોંચાડતા ભારે ચકચાર મચી જવા પામી હતી. દરમિયાન ભોગગ્રસ્ત બાળાને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવી હતી જ્યારે પોલીસે શખસ સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી લઈ કોરન્ટાઈન કર્યો હતી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતા મહિલાએ સોનગઢ પોલીસ મથકમાં નટુ ધારશીભાઈ માથાસુળીયા (રે. રામધરી, તા. સિહોર) વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું.

ગત તા. ૨૩ના રોજ બપોરે ૧૨ કલાકના અરસા દરમિયાન ઉક્ત શખસે તેઓના ગામ આવી તેણીની ૧૨ વર્ષીય દિકરીની એકલતાનો લાભ ઉઠાવી બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયો હતો. ઉક્ત બનાવ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ભોગગ્રસ્ત ૧૨ વર્ષીય બાળાને તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવી હતી. ફરિયાદ અનુસંધાને સોનગઢ પોલીસે નટુ માથાસુળિયા વિરૃધ્ધ આઈપીસી ૩૭૬(૨)(જે) મુજબ ગુનો દાખલ કરી ગણતરીની કલાકોમાં શખસની અટક કરી પોલીસ કોરોન્ટાઈન કર્યા બાદ કોરોના રીપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સોનગઢ પોલીસ મથકથી જાણવા મળયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here