રંઘોળાથી સિહોર તરફ પશુ ભરીને કાર આવતી હતી રંઘોળા ગામ વચાળે કાર બંધ પડી ગ્રામજનો મદદ માટે ગયા જેમાં પશુ ભરેલા હતા અને પછી જોવા જેવી થઈ કસાઈ ચાલકને ગ્રામજનોએ મેથીપાક આપ્યો

નિલેશ આહીર
સિહોર પશુ તસ્કરી અને માલઢોરને કતલખાને મોકલવાનો વેપાર ભર બજારે ચાલે છે હજુ ત્રણ દિવસ પહેલા સિહોર થી સ્પે વિસ્ટા કાર દ્વારા પશુ ભરીને લઈ જઈ રહેલા જાહિદ દસાડીયા સહિતના શખ્સો ધંધુકા નજીકથી પોલીસના હાથે ઝડપાયા હતા હજુ આ ઘટનાની ચર્ચાઓ શમી નથી ત્યાં ફરી ગતરાત્રીના રંઘોળા થી સિહોર તરફ આવતી કાર રોડ વચાળે બંધ પડી જતા ગ્રામજનો મદદ માટે ગયા હતા તે વેળાઓ કારમાં અકડાઠઠ પશુ ભર્યા હોવાનું માલુમ પડતા કસાઈ ચાલક યુનુસ ભાણાને ગ્રામજનોએ ઢીંબી નાખ્યો હતો બનાવમાં પોલીસને જાણ કરી સોંપી દેવાયો હતો જોકે જાહિદ હોઈ કે યુનુસ આ શખ્સો માત્ર તણખલાઓ છે

પશુ અને માલઢોર વેપારમાં સિહોરના ઇભુ નામના શખ્સનું નામ ખૂબ ચર્ચામાં છે..આ ઇભુ કોણ.?

શંખનાદ કાર્યાલય
સિહોરમાં માલઢોર વેપારનો કાળો કારોબાર કઈ નવો નથી મધરાત્રીએ ધમ-ધોકાર ગાડીઓ ભરીને જતી હોવાની વાત સગ્ગા કાને વર્ષોથી સાંભળવા મળે છે સ્પે કારો દ્વારા માલઢોર કતલખાને લઈ જવાનો અને પશુઓની તસ્કરીની વાત પણ છડેચોક ચર્ચાઓમાં છે તમામ બાબતો વચ્ચે માલઢોર વેપારમાં સિહોરના ઇભુ નામના શખ્સનું નામ ખૂબ ચર્ચાઓમાં છે ચર્ચાતી વિગત એવી પણ છે કે જેઓને રાજકોટ રોડ પર માલઢોરના વંડાઓ આવેલા છે.

જેમનું નેટવર્ક રાજ્ય સાથે અન્ય રાજ્યોમાં પણ પથરાયેલું છે ટ્રક મોઢે ભરીને પશુઓની હેરાફેરીમાં સિહોરના ઇભુનું નામ ખૂબ ચર્ચામાં છે આ ઇભુ કોણ..તે પણ એક મોટો સવાલ છે તપાસ જિલ્લાસ્તરે કે રાજયસ્તરે થી થાય તો પશુ વેપારીનો એક મોટા પર્દાફાશ થઈ શકે છે સૂત્રો કહે છે ઇભુ ખૂબ વગદાર શખ્સ છે એમના તાર ખૂબ મોટા પ્રમાણમાં લંબાયેલા છે ત્યારે પશુ અને માલઢોર ધંધામાં ચર્ચાતું નામ ઇભુ આખરે કોણ છે તે તપાસ જરૂરી બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here