શહેરની બજારમાં કહેવાતા ૩૨થી ૪૨ જેટલા વિવિધ આકર્ષક કલર ઉપલબ્ધ


દેવરાજ બુધેલીયા
તહેવારોમાં મહાપર્વ ગણાતા દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સિહોરની પ્રજા પોત-પોતાના રહેણાકના મકાનોના આંગણામાં કે વ્યવસાયીક સ્થાનોના મુખ્ય દરવાજા સામે અવનવા આકર્ષક રંગોની રંગોળીઓ બનાવતા હોય છે. જોકે સિહોરમાં મુખ્યત્વે રાજકોટથી રંગોળીના કલર આવતા હોય છે. પરંતુ આ વર્ષે વૈશ્વિક મહામારીએ ધંધાર્થીઓની દશા ફેરવી નાખી છે આ વરસે કલરની ખરીદી અને વ્યાપારને કોરોનાએ ભુતકાળ બનાવી દીધો હોય એમ વેપારીઓ માથે હાથ દઈને ઘરાકીની રાહ જોઈ રહ્યા છે. ૩૨ થી ૪૨ જેટલી જાતના અલગ કલર બનાવાય છે. જોકે આ વરસે ચાઈનાની કંપની દ્વારા બનાવાતા કલરનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બીજી બાજુ છુટક રંગોળીના કલરનું વેંચાણ કરતા ધંધાર્થીઓ લોકોનું મોઢું જોઈને કલરના ભાવ વસુલતા હોઈ તહેવારોના ટાંકણે ગ્રાહકો ખોટા આર્થિક ઘસારાનો ભોગ બનતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here