રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્રારા સિહોરના એક જન્મજાત બધિર બાળકને આપ્યું નવજીવન

હરેશ પવાર
સિહોર એકતા સોસાયટીમાં રહેતા પરેશભાઈ પરશોતમભાઈ ડાભીના ૨વર્ષ ના પુત્ર અનિકેત ને જન્મજાત બધિરતા ની ખામી હતી. આર.બી.એસ.કે ટીમ દ્રારા આંગણવાડી તપાસ દરમ્યાન બાળકને ખામી જોવા મળતા ડો.પુજાબા,ડો.વિજયભાઈ કામળીયા ની ટીમ દ્રારા તેને આગળ સારવાર અને ઓપરેશન માટે સમજાવેલ,હાલ તેમને ઓપરેશન અને મશિન ફીટ કરવામાં આવ્યું જે છ થી સાત લાખના ખચેઁ થતું ઓપરેશન તેમને તદ્દન મફત માં કરી બાળક ને નવજીવન અને ઉજજવળ ભવિષ્ય આપેલ છે.જે બદલ બાળકના પિતા તેમજ આખું કુટુંબ હર્ષની લાગણી અનુભવી હતી અને આર.બી.એસ.કે ટીમ નો તેમજ આરોગ્ય વિભાગ નો આભાર માનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here