શાળાના પૂર્વ વિધાર્થીઓ પણ આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રહ્યા હાજર

પલ્લવી મહેતા
૭૩માં પ્રજાસત્તાક પર્વની દેશમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિહોર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ એલ.ડી.મુનિ હાઇસ્કુલ ખાતે શક્તિ વંદના સાથે ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અહીં શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ સાથે સંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિના ડાન્સ અને ગીતો દ્વારા કાર્યક્રમની ઉજવણી કરી હતી. અહીં વિશેષ શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત દેશમાં નારીશક્તિ ના યોગદાનને બિરદાવવા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.સિહોર દરબાર ગઢના દુર્લભ ફોટોગ્રાફનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.

અહીં શાળાના તેજસ્વી વિધાર્થીઓનું ટ્રસ્ટી મંડળ ના હસતે સન્માન કરવામાં આવ્યું હતું. અહીં આ વિશેષ શક્તિ વંદના કાર્યકમ માં શાળાના ભૂતપૂર્વ વિધાર્થીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું ફેસબુક ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. શક્તિ વંદના કાર્યકમ માં શાળાના ટ્રસ્ટીઓ, મહેમાનો તેમજ શાળા પરિવારના સભ્યો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here