સુરકા ગામ દેશભક્તિના રંગોમાં રંગાયું, ડે કલેકટર રાજેશ ચૌહાણે ત્રિરંગાને વંદન કરી સલામી આપી, અનેકવિધ કાર્યક્રમોએ આકર્ષક જમાવ્યું, મુખ્ય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ


હરિશ પવાર
સિહોર શહેર ઉપરાંત તાલુકા મથકે રાષ્ટ્રીય તહેવાર દેશભક્તિમાં તલ્લીન થઈને ચોમેર ઉજવાયો છે સુરકા ગામે તાલુકા કક્ષાની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન પરેડ સાથે દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત થયા હતા સિહોરના સુરકા ગામે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડ લાઈન સાથે ૭૩માં પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સિહોરના ડે કલેકટર રાજેશ ચૌહાણે ધ્વજવંદન કરીને સલામી ઝીલી હતી અને ત્યાર પ્રવચન અને આઝાદીની વાત સાથે જણાવ્યું હતું ભારતના ૭૩માં પ્રજાસત્તાક પર્વની સૌ સિહોરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવનારા પ્રત્યેક વીર શહીદ તથા અન્ય તમામ નામીઅનામી ક્રાંતિકારીઓને નતમસ્તક વંદન કરૂ છું.

દેશના વીર સપૂતો થકી જ રાષ્ટ્ર એકતાના બંધમાં બંધાયું હતું ઉજવણીમાં સિહોર પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ યોજી તિરંગાને સલામી આપી હતી અને પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કોરોના વોરિયર્સ તેમજ અગ્રણીઓ, સ્વયં સેવકો, મહેસુલ, પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ, પંચાયત સહિતના વિવિધ વિભાગ કર્મચારીઓને પ્રશંસનિય સેવા બદલ સન્માનિત કરાયા હતા અને કાર્યક્રમ સ્થળ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કારણે સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી મર્યાદિત સંખ્યામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડે કલકેટર રાજેશ ચૌહાણ, સાથે તાલુકા શહેરના ઉચ્ચ અધિકારી, પદાઅધિકારી, આગેવાનો કાર્યકરો હોદ્દેદારો સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here