સિહોર પોલીસ સ્ટેશન થી નગરપાલિકા વિસ્તારમાં સુધીમાં તાકીદે બમ્પ મુકો : અગ્રણીએ માંગણી કરી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરનો હાઇવે ભાવનગર રાજકોટ રોડ ધોરી માર્ગ તરીકે ઓળખાય છે અને સતત ૨૪ કલાક નાના મોટા વાહનોની સતત અવર જવર શરૂ હોય છે. ત્યારે આ સિહોર હાઈવે રોડ અને શહેરના મધ્યમાં આવેલ વડલાચોક પાસે સરકારી, અર્ધસરકારી કચેરીઓ જેમાં સિહોર પોલીસ સ્ટેશન,એલ.ડી.મુની હાઈસ્કુલ,જ્ઞાનભારતી સ્કુલ, નગરપાલિકા,બસ સ્ટેશન સહિત આ હાઈવે રોડ ઉપર જ કચેરીઓ શાળાઓ આવેલ છે.લોડીગ વાહનો તેમજ પેસેન્જર વાહનો બેફામ બેફીકરાઈ થી વાહનો રોડ ઉપર દોડતા હોય છે.

અનેક વખત અકસ્માતોનાં બનાવો બનતાં હોય છે. જે અંગે આર.એમ.બી વિભાગ દ્રારા તાત્કાલિક ધોરણૈ સિહોર પોલીસ સ્ટેશન અને નગરપાલિકા ના આસપાસ આર.એમ.બી વિભાગ નાં નિયત નિયત મુજબ આ બમ્પ તાત્કાલિક ધોરણે કરવા માંગ છે અને બમ્પ થી અકસ્માતે સહિતની ધટના નિવારી શકાય.અને નવાગામ(ચિરોડ) થી વરતેજ સુધી અનેક હાઈવે ઉપર આર.એમ.બી વિભાગ દ્રારા બનાવવામાં આવ્યા છે તો બમ્પ મુકવાની માંગ શહેરના અગ્રણી પત્રકાર હરેશ પવાર દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here