સિહોર ઘાંઘળી ફાટક થી ટાવર સુધી નવા રસ્તાનું કામ તંત્રે આદર્યું

બ્રિજેશ ગોસ્વામી
સિહોરના મોટા ભાગના રસ્તાઓ ખખડધજ થઈ ગયા છે. તંત્ર જ્યારે નવા રસ્તાનું કામ શરૂ કરે છે ત્યારે હવે પ્રજા પણ આ નવો રસ્તો કેટલો સમય સુધી ઝાક ઝીલશે તે જ વિચારતા હોય છે. ત્યારે સિહોરના ઘાઘળી ફાટક થી ટાવર સુધીનો મુખ્ય માર્ગ જે ખખડધજ હાલતમાં થઈ ગયો હતો એ માર્ગને ફરી નવો બનાવવા તંત્રે ફરી કામ શરૂ કર્યું છે. આજથી નવા માર્ગ બનાવવા માટે આજથી કામના શ્રી ગણેશ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે થોડા મહિનાઓમાં આ નવો માર્ગ બનતા અહીંના રાહદારીઓને રાહતનો શ્વાસ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here