સ્થાનિક આખી સરકાર હચમચાવી દે તેવા સક્ષમ લોકો અહીં રહે છે, એક પણ ભડવીર બોલવા તૈયાર નથી

વિકાસશીલ ગુજરાતને તસવીરો સમર્પિત : સિહોરના ટાવરચોકથી ફાટક સુધી પાંચ મીટરના અંતરે કઈ દેખાતું નથી એટલી ધૂળ ઉડે છે

આપડે ભલે ગતિશીલ ગુજરાત અને વિકાસશીલ રાજ્યની વાત કરતા હોય પણ વાસ્તવિક ચિત્ર એ છેકે આપડે લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી એ છે સિહોરનો એકદમ પોષ વિસ્તાર કે જ્યાં મોટાગજાના રાજકીય , વેપારીઓ, ઉદ્યોગકારો, રહે છે તેવા વિસ્તારની દશા એટલી ખરાબ છે અને ધુળના કારણે પાંચ મીટરના અંતરે કઈ દેખાવવું મુશ્કેલ બન્યું છે ઘાંઘળી રેલવે ફાટક થી લઈને ટાવરચોક સુધી ખરાબ રોડના લીધે ધૂળની ડમરીઓ ઉડે છે પાંચ ફૂટના અંતરે પણ દેખાતું નથી ધૂળ એવી ઉડે છે કે જો કોઈ વિકાસકર્તા સુધી આ મેસેજ પોહચે ને એની આંખ ઉઘડે તો તહેવાર પહેલા રોડ નું સમારકામ કરાવે તે જરૂરી છે અહીં દુઃખ ની વાત એ છે કે આ રોડ ઉપર સામાજિક સંસ્થા ના આગેવાનો ઉધોગપતિઓ રાજકારણીઓ રહે છે એના ઘરો પણ રોજે આ ધૂળ થી ભરાય જાય છે.

પણ આ મતદારો “ઉહ કે આહ” સાથે એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર નથી એવી કઈ બાબતો છે કે આ લોકોને ડરાવે છે.? શુ કામ ડરે છે.? કોનાથી ડરે છે.? કેમ કોઈ એક ભડવીરને પણ રજુઆત કે સાચું કહેવાની હિંમત નથી.? બાકી શહેરના ઇતિહાસના પન્નાઓ સાક્ષી છે અહીં રહેતા લોકો સ્થાનિકથી લઈ ગાંધીનગરની ગાદીઓની સરકાર ઝુકાવી છે અને હાલ પણ ઝુકાવી શકે તે ક્ષમતા અને સક્ષમ લોકો અહીં વસવાટ કરે છે પરંતુ આટલા સ્વાર્થી થવા પાછળ કોણ જવાબદાર છે સિહોર ની ક્રિકેટ છાપરી ની ધૂળ થી રહીશો પરેશાન હતા જ એમ ઠેર ઠેર રોડ તોડી પાઇપલાઇન ગટર ગેસ કનેક્શન વાયરો બિછાવી રોડ નું સમારકામ કરવાનું છોડી આવા ગુનેગારો સામે પગલાં લેવા રજુઆતો કેમ નથી થતી. આ માર્ગે પવિત્ર દેરાસર આવેલું છે ધૂળની ડમરી માં આ દેરાસર નો આરસ પણ કાળો પડતો જાય છે લોકો શુદ્ધભાવ થી પૂજા અર્ચના કરતા હોય ત્યારે રોડ ના ખાડા ના લીધે ધબધબી બોલાવતા વાહનો ફૂલ સ્પીડે નીકળે છે આ માર્ગ પર સિહોરના શ્રેષ્ઠીઓ રહે છે.

જેના એક ફોને ભલભલા અધિકારીઓ રાજકારણીઓ દોડતા થઈ જાય આ જ રોડ પરથી તમામ અધિકારીઓ નું અવર જવર છે આ અધિકારીઓ ને રોડ ના ખાડાઓ દેખાતા નથી બંધ કાચ ને એસી કારમાં બહારના વાતાવરણ થી અળગા રહે છે વર્ષોની સમસ્યા વિકાસ ઝંખે છે અહીં કરોડો ના બંગલામાં રહેતા ને શ્રષ્ઠીઓ ને ઉધોગપતિઓ ની પહેલી જવાબદારી છે કે પોતાની સાથે અહીથી પસાર થતા તમામ લોકો માટે રજૂઆતો કરે ને આ રોડ ને નવો બનાવવા માટે આપણી વિકાસ સરકાર ને દિવ્યદ્રષ્ટિ પ્રદાન કરે તેવી અપેક્ષાઓ સાથે ગતિશીલ અને વિકાસશીલ ગુજરાતના સંવેદશીલ લોકોને આ તસ્વીર સમર્પિત
– મિલન કુવાડિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here