નગરપાલિકા તંત્ર એકદમ ખાડે ગયું છે તેનો પુરાવો સામે આવ્યો, કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહે કેટલાક કામોની આઈટીઆઈ દ્વારા વિગતો માંગી હતી આજ સુધી જવાબો મળ્યા નથી

હરીશ પવાર
સિહોર નગરપાલિકા તંત્ર વિભાગોમાં વહીવટ એટલી હદે કથળી ગયો છે કે ચારે બાજુ ભષ્ટાચારોથી ખદબદે છે સવારના સુરજના કિરણો ઉગતા સાથેજ નગરપાલિકા તંત્ર વિભાગો સામે આક્ષેપો થવાના શરૂ થઈ જાય છે પરંતુ વહીવટમાં બેઠેલા લોકોનું પેટનું પાણી હલતું નથી કારણકે કહેવત છે “ચોરનો ભાઈ ઘંટી ચોર” અગાઉ નગરપાલિકા સામે અનેક ગેરવ્યાજબી અને ગેર વહીવટો થતાની બાબત સામે આવી હતી નવું કઈ નથી..પરંતુ આજે જે વાત સામે આવી છે તે સામાન્ય નાગરિકને ચોંકાવનારી છે.

આજે સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલે એવી રજૂઆત કરીકે આઇટીઆઈના જવાબો અમને મળતા નથી..સમય પસાર થતા રહે…પરંતુ કરેલી આઈટીઆઈની વિગતો મળતી નથી.. તેવો બળાપો ચીફ ઓફિસર સામે કાઢ્યો છે ત્યારે અહીં સવાલએ થાય કે જો સિહોર કોંગ્રેસ પ્રમુખને આઈટીઆઈ જવાબો ન મળતા હોય તો આમ જનતા અને નાગરિકની શુ વાત કરવાની..સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલે કેટલાક સમય પહેલા નગરપાલિકા તંત્ર વિભાગોમાં આઈટીઆઈ કરીએ કેટલાક કામોની માહિતી માંગી હતી શહેરમાં બનતા રોડ રસ્તા ગટર પાણી સહિતના પ્રાથમિક જરૂરિયાત માટેના થતા.

કામોમાં જયદીપસિંહ થોડા સમય પહેલા આઈટીઆઈ કરીને કામોની વિગતો તંત્ર પાસે માંગી હતી પરંતુ આજ સુધી જયસિંહસિંહ ગોહિલને એક પણ કામ અંગેની વિગતો આપવામાં આવી નથી જેના કારણે આજે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, રાજુ ગોહેલ, નગરસેવક ઇકબાલ ઘાચી, સહિતના આગેવાનોએ ચિફઓફિસર બરાડને રૂબરૂ મળીને નગરપાલિકાની કાર્ય પદ્ધતિ અને વહીવટ સામે બળાપો વ્યક્ત કર્યો હતો ઉગ્ર રજૂઆતો કરી હતી આક્રોશ ઠાલવ્યો હતો કેટલાક આક્ષેપો પણ જયદીપસિંહ દ્વારા કરાયા છે.

ત્યારે એક વાત ચોક્કસ કહી શકાય કે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલને આઈટીઆઈ જવાબો ન મળતા હોય તો આમ જનતાની દશા જાણી શકાય છે અને પાલિકા તંત્રના વહીવટ કેટલો નિમ્ન કક્ષા સુધી પોહચી ચુક્યો છે તેનું ઉદાહરણ પણ છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને બે યુવા કાર્યકર યુવરાજરાવ અને રાજુ ગોહિલે પણ આઈટીઆઈ કરેલી છે પરંતુ એમને પણ જવાબો મળ્યા નથી નું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here