આવતા થોડા દિવસોમાં સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના ગણાતા સીસીટીવી સિહોરના એસટી બસ્ટેન્ડમાં મુકાશે


દેવરાજ બુધેલીયા
રાજ્યમાં એસટીબસમાં મુસાફરી કરતા પ્રવાસીઓની સુવિધા વધારવા સરકાર કટિબદ્ધ બની છે એસટી બસ્ટેન્ડો અને બસોમાં અનેક સુવિધાઓ શરૂ સરકાર દ્વારા કરવામાં આવી છે આથી રાજ્ય અને જિલ્લા તાલુકા મથકોના બસ સ્ટેશનોને પણ આધુનિક બનાવાય રહ્યા છે ત્યારે સિહોર શહેરના બસ મથક ઉપર આવતા દિવસોમાં ત્રીજું નેત્ર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના ગણાતા એવા સીસીટીવી કેમેરા હવે સિહોરના એસટી બસ્ટેન્ડમાં લાગશે બસ સ્ટેન્ડમાં દિવસ દરમિયાન અનેક બસો આવન જાવન કરે છે.

તેમજ હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે. દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે રાજ્ય સરકાર પ્રવાસીઓની સુરક્ષા માટે નિત નવા અભિગમ અપનાવી રહી છે. ભીડ વચ્ચે ફરતી શંકાસ્પદ વ્યક્તિઓની ગતિવિધી પર નજર રાખવા માટે સીસીટીવી અતિ જરૂરી છે ત્યારે આવતા દિવસોમાં સિહોરના એસટી બસ્ટેન્ડમાં ૯ જેટલા કેમેરોઓ લગાડવામાં આવનાર હોવાનું સિહોર એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીએ જણાવ્યું હતું ત્યારે આવનારા દિવસોમાં સિહોર શહેરની એસટી બસ્ટેન્ડ પણ સીસીટીવી કેમેરાથી સજ્જ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here