લોકડાઉનની કપરી સ્થિતિમાં ન ડગી ઈમાનદારી, સિહોરના સણોસરા ખાતે રહેતા પરિવારને વાહન ચાલકે હજારો રૂપિયા રોકડા અને સોના ચાંદી પરત કર્યું


નિલેશ આહીર

કોરોના વાઈરસને લઇને સમગ્ર દેશમાં લોક ડાઉન હતું, આવા સમયમાં નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે કપરો સમય હતો, પણ આવા સમયમાં ધોળા ગામે વાહન ચલાવીને ગુજરાન ચલાવતા ચાલક ઈમાનદારીની મિસાલ બન્યા છે સિહોરના સણોસરા ગામે રહેતા અને હાલ મુંબઈ સ્થાપી થયેલા વિક્રમભાઈએ જેઓ સિહોર આવવા માટે વાહનમાં બેઠા હતા અને પોતાનું સ્ટેન્ડ આવતા તેઓ વાહન માંથી ઉતરી ગયા હતા જે અરસામાં વિક્રમભાઈ વાહન માંથી એક થેલો ભૂલી ગયા હતા જેને કારણે આખા પરિવારને ચિંતા સતાવી રહી હતી.

કારણકે વિક્રમભાઈની આ મરણમૂડી હતી વાહમ ચાલક મૂળ ધોળા ગામના ગોપાલભાઈ ડાંગરને પોતાના વાહન માંથી તે થેલી મળી આવી હતી શોધખોળ અને તપાસ કરતા તે થેલી વિક્રમભાઈ સણોસરા વાળાની હોવાનું જાણવા મળ્યું છે જેઓએ વિક્રમભાઈ અને પરિવારને જાણ કરીને જેમાં રહેલા ૪૦ હજાર રોકડા સોના ચાંદીના ઘરેણા સહિત ચીજવસ્તુઓ પરત કરી હતી અશોકભાઈ ડાંગર ભલે વાહન ચલાવી ગુજરાન ચલાવતા હોઈ પણ તેમની ઈમાનદારીની હાલ તેઓ ઈમાનદારીની મિસાલ બની ગયા છે. આવા કપરા સમયમાં પણ તેઓ વિક્રમભાઈ અને પરિવારની શોધખોળ કરીને રોકડ અને સોનાચાંદીની કિંમતી વસ્તુઓ પરત કરીને સાચા કોરોના વોરિયર્સ બની ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here