સિહોર સણોસરાના પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરી મોતને વ્હાલું કરતા ભારે ચકચાર, બન્નેના મોત

હરેશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
બનાવને લઈ ભારે અરેરાટી, બન્ને સણોસરા ગામના રહેવાસી, સણોસરા ગામે મહારાજના ડેલા તરીકે ઓળખાતા સ્થળે ઝાડ સાથે લટકી જીવવા સાથે મરવાના કોલ પુરા કર્યા,

આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮/૫૫ કલાકે મળતા પ્રાથમિક અહેવાલો મુજબ સિહોરના સણોસરા ગામે પ્રેમી પંખીડાએ ઝાડ સાથે લડકી જીવવા સાથે મરવાના કોલ પૂર્યા કર્યા છે કહેવાય છે પ્રેમ આંધળો છે, વ્યક્તિ એક વાર પ્રેમમાં પડ્યા પછી તેને દુનિયાદારીની કોઇ પરવા હોતી નથી. આજકાલ યંગસ્ટર્સ પ્રેમ તો પડી જાય છે, પરંતુ જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે કે સમાજ વાંધો ઉઠાવે ત્યારે સંઘર્ષ કરવાના બદલે તેઓ જીવન ટૂંકાવવાનો નિર્ણય લે છે. આવો જ એક કિસ્સો સિહોરના સણોસરા ગામે બનતા ભારે ચકચાર મચી હતી.

અમારા હરેશ પવાર અને બ્રિજેશ ગૌસ્વામીએ હોસ્પિટલ ખાતેથી ૮/૫૫ વાગે વિગતો આપતા જણાવ્યું હતું કે સણોસરા ગામે રહેતા પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરીને મોતને વ્હાલું કરી લીધું છે જીવવા મરવાના કોલ સાથે બંને પ્રેમી યુગલે સમાજ નહિ સ્વીકારેનાં ડર થી દુનિયાને અલવિદા કહેવાનો નિર્ણય કરી સિહોરના સણોસરા ગામે મહારાજના ડેલામાં ઝાડ પર દોરડે લટકાઈને ફાની દુનિયાને અલવિદા કહી દેતા ભારે ચકચાર મચી હતી ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઘટનાની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here