દીપડાએ આજે બે બકરાઓને ઉપાડી ફાડી ખાધા, અગાઉ થોડા દિવસ પહેલા વાછરડીનું મારણ કર્યું હતું, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગોકુળભાઈએ કહ્યું સાત દિવસથી માલધારીઓ ભયમાં જીવે છે


દેવરાજ બુધેલીયા
જંગલોમાંથી હિંસક પશુઓ પોતાનો ખોરાક તેમજ પાણીની શોધખોળ કરતાં કરતાં ગામોમાં પણ આવી પહોંચતા હોય છે ત્યારે છેલ્લા સાત દિવસથી એક દીપડો સિહોરના સણોસરા આસપાસમાં દેખાઈ રહ્યો છે સિહોર પંથકમાં છેલ્લા ઘણાં સમય પછી દીપડાએ મારણ કર્યાના વાવડ મળ્યા છે સિહોરથી ૨૦ કિમિ દૂર આવેલ સણોસરા ગામના તલાવડી વિસ્તારમાં ગતરાત્રી થી વહેલી સવારના કોઈ પણ સમયે દીપડો ત્રાટક્યો હતો અને બકરાઓનું ઉઠાવીને મારણ કર્યાના અહેવાલો સપડાઈ રહ્યા છે સિહોરના ધ્રુપકા જાળીયા સર કનાડ ટાણા વિસ્તારોમાં દીપડાના આંટાફેરા કાયમ રહે છે.

આજે સિહોરના સણોસરામાં દીપડાએ ધામાં નાખ્યા હોવાના સમાચાર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગોકુળભાઈ આલે શંખનાદ ટેલિફોનિક આપ્યા હતા અને જણાવ્યું હતું કે આજે સણોસરાના તલાવડી વિસ્તારમાં દીપડો બે બકરીઓને ઉઠાવીને મારણ કર્યું છે છેલ્લા સાત દિવસથી દીપડાએ સણોસરા અને આજુબાજુ વિસ્તારમાં ધામાં નાખ્યા છે અગાઉ વાછરડીનું પણ મારણ કર્યું હતું ત્યારે લોકોમાં ભય ફેલાયો છે તેવું ગોકુળભાઈએ કહ્યું હતું ત્યારે દીપડાને પાંજરે પુરવા માટે લોકો પણ ઉગ્ર માંગ કરી રહ્યા છે દીપડો દેખાવાના કારણે આસપાસના ગામોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here