સિહોરના સણોસરા લોકભારતી ખાતે ઈસરો દ્વારા આયોજિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ઉપગ્રહ અને અંતરીક્ષની વિગતો મેળવી

હરીશ પવાર
સિહોર નજીકના લોકભારતી સણોસરા ખાતે તા.૨૦ થી તા.૨૨ સુધી ભારતીય અંતરીક્ષ સંશોધન કેન્દ્ર ઇસરો દ્વારા મહાન વૈજ્ઞાનિક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. જેમા ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષની અટપટી અને અઘરી માહિતી ખુબ જ સહજ અને સરળ રીતે રજૂ કરવામા આવી છે જેમાં ભુલકાઓ મોજ, મસ્તી સાથે હળવા અંદાજમા માણી અંતરિક્ષ વિશેની રસપ્રદ વિગતોથી માહિતગાર બની રહ્યા છે.

સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવે સાથે નિયામક શ્રી હસમુખભાઈ દેવમોરારીના સંકલન સાથે વિક્રમ સારાભાઈ અંતરીક્ષ પ્રદર્શનમાં ઇસરોની સંશોધન વિગતો રજૂ કરવામાં આવી છે. લોકભારતી લોક વિજ્ઞાન કેન્દ્ર અને લોકભારતી અધ્યાપન મંદિરના આયોજન વ્યવસ્થા સાથે આ વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓએ અહીં વિવિધ નમૂનાઓ તેમજ નકશાઓ દ્વારા અંતરીક્ષ ની વિગતો મેળવી હતી.જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસ પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા.

આ વિજ્ઞાન પ્રદર્શનમાં ઇસરોના વૈજ્ઞાનિક શ્રી દિપકભાઇ પંડયા, શ્રી સતિષભાઈ રાવ તથા શ્રી ભગીરથભાઈ માંકડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવનાર છે. વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા આવતા વિદ્યાર્થીઓ દ્વારા અહીં પ્રદર્શન સાથે ચિત્રપટ અને પ્રશ્નોત્તરીમાં ઉત્સાહભેર પણ ભાગ લઈ સંસ્થા દર્શનનો પણ લાભ મેળવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here