સિહોરના સર ગામે કાચું મકાન ધરાશાઈ થતા પરિવારના વૃદ્ધાનો જીવ તો બચ્યો પણ માથે આભ તૂટી પડ્યું

દેવરાજ બુધેલિયા
સિહોર શહેર અને સમગ્ર પંથકમાં મેઘ મહેર નદી નાળા તળાવ છલકાયા છે સિહોરના સર ગામે શ્રમજીવી પરિવારનું કાચું મકાન ધરાશાયી થતા વ્યાપક નુકશાન થયું છે જેથી શ્રમજીવી પરિવાર પર આફત આવી પડી હતી. સદનસીબે મકાન ધરાશાયી થતા મોટી જાનહાની ટળી હતી સિહોરના સર ગામે કાચા મકાનમાં વરસાદને કારણે દીવાલમાં ભારે ભેજ હતો. જેને કારણે અચાનક કાચું મકાન ધરાશાયી થતા વૃદ્ધાનો આબાદ બચાવ થતો છે.

દરમિયાન આ બનેલી ધરાશાયી થવાની ઘટનામાં ઘરના અને આજુબાજુ પટોશી કામકાજ અર્થે બહાર હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી શ્રમજીવી પરિવારની દીવાલ ધરાશાયી થઈ હોવાની ઘટનાની જાણ વૃદ્ધાના પુત્રોને થતા તંત્રને જાણ કરી હતી પરિવારે લેખિતમાં સહાયની માંગ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here