થોડા દિવસ પહેલા ધ્રુપકા ગામે દેખા દીધા બાદ ફરી ગતરાત્રીના સર ગામે દેખાયો, લોકોએ દીપડાની પાછળ રાતભર ઉજાગરા કર્યા

 

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર આજુબાજુના ગામો માંથી દીપડો જવાનું નામ લેતો નથી વારંવાર સિહોરના ડુંગર વિસ્તારોમાં દેખાતા થોડા દિવસ પહેલા ગેબનશાહપીર દરગાહ ધ્રૂપકા આજુબાજુ વહેલી સવારના સમયે દેખાયો હતો જેથી ખેડૂતોમાં ભય ફેલાયો હતો ત્યારે ફરી ગતરાત્રીના સિહોરના સર ગામે વાડી વિસ્તારમાં દીપડાએ દેખા દીધા હતા સર ગામના ખેડુ ભનુભાની વાડીમાં વાવેલ એરંડામાં દીપડો છુપાયો હોવાની વાતને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જોકે દીપડાએ કોઈને નિશાન બનાવી શિકાર કર્યો નથી પરંતુ લોકોએ રાતભર જાગીને દીપડાની પાછળ ચોકી પહેરો કર્યો હતો સર ગામે દીપડા આવ્યાની વાત વાયુવેગે પ્રસરી જતા ખેડૂતો એકઠા થયા હતાં ત્યારે દીપડો કોઇ પ્રાણી કે માણસને નુકશાન કરે તે પહેલાં આ રાની પશુને પકડવા ફોરેસ્ટ વિભાગ સત્વરે આ દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે અત્યંત આવશ્યક છે. એક પખવાડિયામાં સિહોર પંથકમાં બીજી વાર દીપડાએ દેખા દેતા આ દીપડાને પકડી પાડવાની લોકમાંગ પ્રબળ બનતી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here