સિહોર નાયબ કલેકટર ને ૪૦ લાખ ૪૨ હજાર ૯૯૯ રૂપિયાનો ચેક અર્પણ કરાયો

બ્રિજેશ ગૌસ્વામી
દેશના કોરોના વિષાણુની મહામારી ને લઈને દેશમાં કટોટકી જેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે. દેશમાં લોકો આર્થિક અને શારીરિક શ્રમદાન કરવા માટે આગળ આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે થઈને આર્થિક તાણ ઉભી ના થાય તે માટે થઈને રાજ્યમાં શરૂ કરાયેલા મુખ્યમંત્રી રાહતફંડ માં દાન નો ધોધ શરૂ થઈ ગયો છે. દેશ અને રાજ્યમાં આવેલી મહામારી અને કપરા સમયમાં ભાવનગર જિલ્લાની સર્વોત્તમ દૂધ ડેરી આસપાસના તાલુકાઓ માંથી દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ નિયમિત રીતે એકઠું કરીને દૂધ અને દૂધની બનાવટ માં ઘટ ના પડે તે માટે થઈને રાત દિવસ ડેરી કાર્યરત છે.

આગામી દિવસોમાં પણ દૂધની બનાવટ પુરી પાડવા માટે ખાત્રી ડેરી દ્વારા આપવામાં આવી છે. સર્વોત્તમ ડેરીના નિયામક મંડળ તતબ ચેરમેન મહેન્દ્રભાઈ પનોત દ્વારા દૂધ ઉત્પાદકો અને દૂધ ઉપભોક્તાઓ સાથે રાષ્ટ્ર ને મદદગાર બનવા માટે થઇ શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સર્વોત્તમ ડેરીએ ૧૧,૦૦,૦૦૦/, સર્વોત્તમ ડેરીના કર્મચારી ધિરાણ અને ગ્રાહક મંડળી લી.એ ૧૧,૦૦૦/, સર્વોત્તમ ડેરીના કર્મચારીઓએ મહામારી સંદર્ભે એક દિવસનો પગાર ૨,૦૦,૦૦૦/ અને સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત દૂધ મંડળીઓ તરફથી ૨૭,૩૧,૨૯૯/ જે કુલ રકમ મળીને ૪૦,૪૨,૨૯૯ લાખ રૂપિયાનું અનુદાન મુખ્યમંત્રી રાહતફંડમાં સિહોર નાયબ કલેકટરના હસ્તે ચેક અર્પણ કરીને રાષ્ટ્રની આફ્તમાં સહયોગ પૂરો પાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here