સિનિયર સીટીઝન અને મહિલાઓને પૈસા ઉપાડવા માટે ભારે હાલાકી, લોકોએ હોબાળો મચાવ્યો


હરિશ પવાર
સિહોર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં છેલ્લા ચાર પાંચ મહિનાથી પૈસા ઉપાડવા માટેની બેંક તરફની અગવડને લઈને અહીં બેંકના ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ બેંકમાં પૂરતા કર્મચારીઓનો અભાવ છે તો બીજી તરફ ઉપરના અધિકારીઓની અણઆવડત કે પછી અહીંના કર્મચારીઓ દ્વારા અયોગ્ય નિર્ણય ને લઈને બેંકના ગ્રાહકોને ભારે મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. ત્યારે આજે બેંકના ગ્રાહકોએ એકઠા થઈને પોતાનો રોષ મીડિયા સમક્ષ ઠાલવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે પગાર અને પેંશનના સમયે અહીં આવતા વડીલો અને મહિલાઓને એક એક કલાક સુધી લાઈનમાં બેસવું પડે છે. પોતાના પૈસા ઉપાડવા માટે પણ અનેક મુશ્કેલીઓ ગ્રાહકોને વેઠવી પડે છે. ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વહેલી તકે ગ્રાહકો ને પડતી હાલાકી દૂર કરી યોગ્ય વ્યવસ્થા ગોઠવી આપે તેવી માંગ ઉઠવા પામી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here